નવ મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે પ્રથમ વિજય

Indian News

Indian News

Author 2019-11-04 05:19:00

img

। નવી દિલ્હી ।

અનુભવી ખેલાડી મુશફિકર રહિમે નોંધાવેલી અણનમ અડધી સદી તથા તેની સૌમ્યા સરકાર સાથે નોંધાયેલી ૬૦ રનની ભાગીદારીની મદદથી બાંગ્લાદેશે અહીં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતને સાત વિકેટે પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે છ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે ત્રણ બોલ બાકી રાખીને ત્રણ વિકેટના ભોગે ૧૫૪ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. મુશફિકુર રહીમે ૪૩ બોલમાં અણનમ ૬૦ રન બનાવ્યા હતા. રનચેઝ કરનાર શ્રીલંકન ટીમે આઠ રનના સ્કોરે ઓપનર લિટન દાસની (૭) વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નઇમ (૨૬) તથા સૌમ્યા સરકારે બીજી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

બાંગ્લાદેશે ભારત સામે રમેલી નવ મેચમાં આ પ્રથમ વખત વિજય હાંસલ કર્યો છે. પોલ્યૂશનના વિવાદ વચ્ચે ભારત માટે રોહિત અને ધવને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ રોહિત માત્ર નવ રન બનાવીને આઉટ થયો હતો. શિખર ધવને રનઆઉટ થતાં પહેલાં ૩૨ બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૪૧, રિષભ પંતે ૨૬ બોલમાં ૨૭ તથા શ્રેયસ ઐયરે ૧૩ બોલમાં ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે એક સમયે ૧૫મી ઓવરમાં માત્ર ૯૫ રન બનાવતા સ્કોર ૧૨૫ની આસપાસ રહેશે તેમ લાગતું હતું પરંતુ કૃણાલ (૧૫) તથા વોશિંગ્ટન સુંદરે (૧૪) છેલ્લી ઓવર્સમાં આક્રમક શોટ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧, ૦૦૦મી મેચ રમાઇ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીમાં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી૨૦ મેચ ઇન્ટરનેશનલ ટી૨૦ ક્રિકેટના ઇતિહાસની ૧,૦૦૦મી મેચ હતી. ૨૦૦૫ના ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી૧૦ મુકાબલો રમાયો હતો. ભારત માટે ઓલરાઉન્ડર શિવમ દુબે તથા બાંગ્લાદેશના મોહમ્મદ નઇમે ટી૨૦માં પદાર્પણ કર્યું હતું. દુબે ટી૨૦માં ડેબ્યૂ કરનાર ભારતનો ૮૨મો ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાના રંજન મદુગલ્લેએ મેચ રેફરી તરીકે ટી૧૦માં ૧૦૦ મેચ પણ પૂરી કરી હતી. ટી૨૦ ડેબ્યૂમાં દુબે માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN