નિકોલસ પૂરન ૨૦૨૦ માં આ ફ્રેન્ચાઈઝી તરફથી રમતા જોવા મળશે

Indian News

Indian News

Author 2019-11-07 15:16:23

img

યોર્કશાયર વાઈકિંગ્સે આગામી વર્ષે થનારી વાઈટેલિટી બ્લાસ્ટ ટુર્નામેન્ટ માટે નિકોલસ પૂરનને ટીમમાં સામેલ કરી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝના ૨૪ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને આ વર્ષે પ્રતિયોગીતામાં સંભવિત પાંચમાંથી ત્રણ મેચ રમ્યા હતા.

તે આગામી વર્ષે ટુર્નામેન્ટમાં વાઈકિંગ્સ માટે કેટલા ગ્રુપમાં રમશે અ આંતરરાષ્ટ્રીય ટીમના કાર્યક્રમ પર નિર્ભર કરે છે.

નિકોલસ પૂરને જણાવ્યું છે 'હું આગામી સીઝન ટી-૨૦ બ્લાસ્ટમાં રમવા માટે હેડિંગલેમાં પરત ફરી ઘણો ખુશ છુ. હું વર્લ્ડ કપ બાદ ત્યાં થોડા સમય માટે રમ્યો હતો જેમાં મને ઘણી મજા આવી હતી અને મને લાગે છે કે, ત્યાં હજુ મારા કામ સમાપ્ત થયું નથી. ૨૦૧૯ માં અમે કેટલીક મેચ જીતી શક્યા નહોતા.'

તેમને જણાવ્યું છે કે, 'હું ૨૦૨૦ માં ટીમમાં પોતાના સાથીઓ સાથે જોડાવવા માટે ઘણું ઉત્સાહિત છુ.' નિકોલસ પૂરને અત્યાર સુધી ૧૧૯ ટી-૨૦ મેચમાં કુલ ૨૨૭૮ રન બનાવ્યા છે. તેમાં તેમની એવરજ ૨૪.૪૯ ની રહી છે અને તેમના નામે ૧૨ અડધી સદી પણ છે.

visit Vishvagujarat.com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD