નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન પારસ ખડકાએ રાજીનામું આપ્યું

મુંબઈ : આઈસીસી દ્વ્રારા ઝિમ્બાબ્વે સાથે નેપાળને સભ્યતા પદ મળ્યા બાદ નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન પારસ ખડકાએ રાજીનામું આપી દીધું છે. નેપાળની સભ્યતા ૨૦૧૬ માં આઈસીસીના નિયમોના ઉલ્લંઘન કરવાના કારણે સમાપ્ત કરવામાં આવી હતી. આઈસીસીએ નેપાળની સભ્યતાને ફરીથી ચાલુ કરી દીધી છે. પારસ ખડકાએ આ ઘટનાક્રમમાં પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
નેપાળના આ ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા દ્વ્રારા આ જાહેરાત કરી છે. તે એક સભ્યના રૂપમાં ટીમથી જોડાયેલા રહેશે. પારસ ખડકાએ 'ઇન્સ્ટાગ્રામ; પર પોસ્ટમાં લખ્યું છે કે, 'આ જાણીને ઘણું સારુ લાગ્યું કે, નેપાળ ક્રિકેટના પ્રતિબંધને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. હું નવી સમિતિને નેપાળ ક્રિકેટ, ખેલાડીઓ અને ભાગીદારોને આગળ લઇ જવા બદલ અભિનંદન પાઠવું છું. મેં ત્યાર બાદ નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન પદથી ત્યાગપત્ર આપવાનો નિર્ણય કર્યો છે.