નો-બોલ અમ્પાયર્સ! કેટલા ઝડપથી નિર્ણય આપી શકે?

Indian News

Indian News

Author 2019-11-06 15:20:02

img

મુંબઈ: આગામી વર્ષે રમાનારા અને ત્યારબાદની આઈપીએલની સીઝનને વધુ રોમાંચક બનાવવા માટે હવે નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે. જેમાં હવે મેચમાં અનેક વખત નિર્ણાયક બનતા 'નો-બોલ' માટે ખાસ અલગ-સ્ક્રીન અમ્પાયર્સ નિયુક્ત કરવા તૈયાર છે. હાલ થર્ડ અમ્પાયર્સ ઉપરાંત આ વધારાના નો-બોલ અમ્પાયર્સ હશે જેને ટેકનોલોજી સપોર્ટ પુરુ પાડવામાં આવશે.
ગત આઈપીએલમાં આ પ્રકારના નો-બોલનો વિવાદ સર્જાયો હતો. જેના કારણે ટીમને પરાજય પણ સહન કરવો પડયો હતા. મુંબઈ ઈન્ડીયન સામેના મેચમાં ફાઈનલ ડિલીવરી જે લશીથ માલીંગાએ ફેકી હતી તે ખરેખર નો-બોલ હતો પણ તેમ ડિકલેર્ડ ન થતા રોયલ ચેલેન્જર બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલીએ મેચ બાદ અમ્પાયર્સના આ નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી.

કોહલીએ કહ્યું કે આઈપીએલ એ કલબ લેવલ ક્રિકેટ નથી તે એક આંતરરાષ્ટ્રીય લીગ છે. જેમાં અમ્પાયરીંગ પણ તેજ કક્ષાનું હોવું જરૂરી છે. સ્પષ્ટ નજરે ચડતા નો-બોલને જો તમે ડિકલેર્ડ ન થાય તો પછી અમ્પાયરીંગના ધોરણો અંગે પ્રશ્ર્ન ઉઠવાના જ છે.
હવે વધુ એક અમ્પાયર્સ બોકસમાં બેસીને ફકત નો-બોલની જ ચિંતા કરશે. જો કે આ માટે એક મીકેનીઝમ જરૂરી છે. નો-બોલ ઝડપથી ડિકલેર્ડ થાય તો બેટસમેન તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી આ અમ્પાયર્સ તેમાં કઈ રીતે નિર્ણય આપશે તે પ્રશ્ર્ન છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD