પંતને ગાઇડ કરવા યુવીની કોહલીને ભલામણ

The Master

The Master

Author 2019-09-26 10:35:30

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી પોતાના નબળા પ્રદર્શનને કારણે આલોચનાનો શિકાર બની રહેલા રિષભ પંતને ભારતના ભૂતપૂ‍ર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનો ટેકો મળ્યો છે.

imgThird party image reference

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી પોતાના નબળા પ્રદર્શનને કારણે આલોચનાનો શિકાર બની રહેલા રિષભ પંતને ભારતના ભૂતપૂ‍ર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનો ટેકો મળ્યો છે. પંતને ટેકો આપતાં તેણે ટીમ ઇન્ડિયાના કોચ અને કૅપ્ટનને ભલામણ કરી હતી. આ બાબતે યુવરાજ સિંહનું કહેવું છે કે ‘મને ખબર નથી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેની ઘણીબધી ટીકા થઈ રહી છે, જે જરૂરી નથી. તેનામાંથી સારું બહાર લાવવા માટે કોઈકે આગ‍ળ આ‍વવું પડશે. ટીમ ઇન્ડિયાના કોચ અને કૅપ્ટન તેને જોઈ રહ્યા છે અને તેમણે પંતને ગાઇડ કરવો જોઈએ.’

પંતની વાતમાં વધુ ઉમેરતાં યુવીએ કહ્યું હતું કે ‘તમે પંતમાંથી સારો પ્લેયર કઈ રીતે બહાર લાવો છે એ તેના કૅરૅક્ટર પર આધાર રાખે છે. તમારે સૌથી પહેલાં તેનું કૅરૅક્ટર સમજવું પડશે. તેની વિચારધારાને ઓ‍ળખીને આગળ વધશો તો તેનામાંથી સારો પ્લેયર મળી રહેશે. તમે ‍વારંવાર તેની ટીકા કરશો તો તેનામાંથી સારી ગેમ બહાર આવવી અઘરી છે.’

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN