પંતને બદલે સહાને ટીમમાં લેવા સામે પ્રશ્ર્ન

Indian News

Indian News

Author 2019-10-02 22:38:26

img

નવી દિલ્હી તા.2
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતીય ટીમના વિકેટકીપર તરીકે વૃદ્ધમાન સહાને ટીમમાં સમાવાયો છે. જયારે હાલમાં સતત નિષ્ફળ રહેલા ઋષભ પંતને પડતો મુકાતા ટીમની લાંબાગાળાની તૈયારી સામે પ્રશ્ર્નો ઉઠયા છે. વૃદ્ધમાન સહા લાંબા સમયથી ટીમમાં ઈન આઉટ થઈ રહ્યો છે અને તેને કોઈ મહત્વનો દેખાવ કર્યો નથી. છેલ્લા બે વર્ષથી તે ભારતીય ટીમ સાથે જોડાયેલો ન હતો. જો કે બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે 34 વર્ષીય સહા ટર્ન થતી પીચ પર મહત્વની કામગીરી કરી શકે છે. પરંતુ જે રીતે ટી20 થી લઈને ટેસ્ટ ચેમ્પીયનશીપ સુધીમાં ભારતીય ટીમ સ્પર્ધામાં છે તે જોતા લાંબાગાળાના ઉકેલમાં યુવા ખેલાડી ઋષભ પંત, સંજુ સેમસનને તક મળવી જોઈતી હતી તેવુ મંતવ્ય વ્યક્ત થયુ છે.

સહા એ હવે લાંબી કારકિર્દી ધરાવતો નથી અને તેથી તેને લેવાથી ટીમ ઈન્ડિયાને લાંબા ગાળા માટે કોઈ લાભ થશે નહી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN