પીન્ક બોલથી રમવુ એ એકમાત્ર ચેલેન્જ : પૂજારા

Indian News

Indian News

Author 2019-11-02 18:27:25

કલકત્તા : ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પહેલીવાર પીન્ક બોલ વડે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે એવામાં ચેતેશ્વર પૂજારાનું કહેવુ છે કે પીન્ક બોલથી રમવુ એ એકમાત્ર ચેલેન્જ છે.

પૂજારાનું આ સંદર્ભે કહેવુ છે કે આ ખૂબ જ એકસાઇટીંગ રહેશે. અમે ફર્સ્ટ કલાસ મેચ એનાથી રમ્યા છે, પણ આ ટેસ્ટ મેચ છે.

મને આશા છે કે ટીમના બીજા પ્લેયરો પણ ઘણા ઉત્સુક હશે. હા આ બોલ સાથે રમવાનો વધારે અનુભવ નથી, પણ જેમ જેમ તમે એનાથી રમશો એમ તમને વધારે ખબર પડતી જશે. મારા મતે રાતના સમયમાં પીન્ક બોલ સાથે રમવાનો વધારે અનુભવ નથી એ જ એકમાત્ર અમારી સામે પડકાર છે. બાકી તો ટીમ બધી રીતે સક્ષમ છે. ટેસ્ટ ટીમમાં ઘણા એવા પ્લેયર છે જેમને આ બોલ સાથે રમવાનો અનુભવ છે અને એ ટીમને મદદરૂપ થઈ શકશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN