પુણે ટેસ્ટ મેચમાં ભારતના ૩ વિકેટે ૨૭૩, મયંકે સદી કરી

Indian News

Indian News

Author 2019-10-10 22:51:02

img

પુણે,તા.૧૦ : પુણે ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૨૭૩ રન બનાવી લીધા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એકમાત્ર કદીસો રબાડા સફળ રહ્યો હતો. રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આજે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૨૭૩ રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ૬૩ રન સાથે રમતમાં હતો જ્યારે રહાણે ૧૮ રન સાથે રમતમાં હતો. તે પહેલા ભારતીય ટીમે આજે જોરદાર બેટિંગ કરી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારત તરફથી મયંક અગ્રવાલે ૧૦૮, ચેતેશ્વર પુજારાએ ૫૮ અને કોહલીએ ૬૩ રનની ઇનિંગ્સ રમી હતી. આજે ખરાબ પ્રકાશના કારણે પ્રથમ દિવસે રમત ૪.૫ ઓવર પહેલા રોકી દેવામાં આવી હતી.

આ પહેલા રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં સદી કરનાર રોહિત શર્મા ૧૪ રન કરીને આઉટ થયો હતો.

ત્યારબાદ મયંકની સાથે ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળી હતી. મયંક અને પુજારાની જોડીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૩૮ રન ઉમેર્યા હતા. પોતાની અડધી સદી પુરી કરીને ચેતેશ્વર પુજારા ૫૮ રને આઉટ થયો હતો. પુજારાએ નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. દિવસમાં ત્રીજા અને અંતિમ સત્રમાં મયંક અગ્રવાલે પોતાની રનની ગતિને અચાનક વધારી હતી. મયંકે સદી પુરી કરી હતી. મયંકે સતત બે ટેસ્ટ મેચમાં બે સદી ફટકારી છે. જો કે, મયંક અગ્રવાલ સદી ફટકાર્યા બાદ વધારે સમય સુધી મેદાનમાં રહી શક્યો ન હતો અને ૧૦૮ રન કરીને આઉટ થયો હતો. ૧૯૫ બોલમાં ૧૬ ચોગ્ગાની મદદથી મયંકે આ રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલની સદી ઉપરાંત ભારતના અન્ય બેટ્સમેનો પણ સફળરીતે બેટિંગ કરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ ધરાવે છે.

હવે બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી જીતવા માટે ભારત ઉત્સુક છે.ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૦૩ રને ભવ્ય જીત મેળવી હતી. આ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીના ભાગરૂપે બીજી ટેસ્ટ મેચ પણ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનના ભાગરૂપે જ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ તરીકે તક મળી ગયા બાદ રોહિત શર્માએ બંને ઇનિગ્સમાં સદી કરીને એેક નવો રિકોર્ડ સર્જયો હતો. સાથે સાથે ભારતની ઓપનિંગ તરીકેની સમસ્યાને પણ દુર કરી હતી. મંયક અંગ્રવાલે પણ શાનદાર બેટિંગ કરી હતી. તે સદી ફટકારી દેવામાં સફળ રહ્યો હતો. આજે બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે મયંકે ફરી સદી ફટકારી હતી. ડુ પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકાની સામે સૌથી મોટો પડકાર તો ભારતીય સ્પીનરની જોડી રવિચન્દ્ર અશ્વીન અને રવિન્દ્ર જાડેજાની રહેનાર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જ આની સાબિતી મળી ચુકી છે. રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૯ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૨ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે.

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ :

અગ્રવાલ

કો. ડુપ્લેસીસ બો. રબાડા

૧૦૮

રોહિત શર્મા

કો. ડીકોક બો. રબાડા

૧૪

પુજારા

કો. ડુપ્લેસીસ બો. રબાડા

૫૮

કોહલી

અણનમ

૬૩

રહાણે

અણનમ

૧૮

વધારાના

૧૨

કુલ (૮૫.૧ ઓવરમાં ૩ વિકેટે) ૨૭૩

પતન : ૧-૨૫, ૨-૧૬૩, ૩-૧૯૮

બોલિંગ : ફિલાન્ડર : ૧૭-૫-૩૭-૦, રબાડા : ૧૮.૧-૨-૪૮-૩, નોર્જે : ૧૩-૩-૬૦-૦, મહારાજ : ૨૯-૮-૮૯-૦, મુત્થુસ્વામી : ૬-૧-૨૨-૦, એલ્ગલ : ૨-૦-૧૧-૦

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN