પુણે ટેસ્ટ : વિરાટ કોહલીએ અનેક નવા રેકોર્ડ સર્જી દીધા

Indian News

Indian News

Author 2019-10-11 22:39:27

img

પુણે, તા. ૧૧ : પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે વિરાટ કોહલીએ અનેક નવા રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યા હતા. સાથે સાથે તે આધુનિક સમયમાં સૌથી ધરખમ ટેેસ્ટ ખેલાડી કેમ છે તેની ખાતરી પણ આપી હતી. વિરાટ કોહલીએ આજના દિવસે ધરખમ બેટિંગ કરીને આફ્રિકી બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા. આ મેચમાં અનેક નવા રેકોર્ડ વિરાટના નામ ઉપર થયા હતા જેમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડને તોડ્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તે સૌથી ઝડપથી ૧૦૦૦ રન પૂર્ણ કરનાર ખેલાડી પણ બની ગયો છે. ૭૦૦૦ રનની સિદ્ધિ પણ મેળવી હતી.

વિરાટ કોહલી હવે અન્ય નવા રેકોર્ડની તરફ આગેકૂચ કરી રહ્યો છે. આજે પુણે ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ સચિન અને સહેવાગના રેકોર્ડને તોડ્યો હતો. ૮૧મી ટેસ્ટ મેચ રમતા આ સિદ્ધિ કોહલીએ મેળવી હતી.

આ પહેલા સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચોની ૩૨૯ ઇનિંગ્સમાં તથા વિરેન્દ્ર સહેવાગે ૧૦૪ ટેસ્ટ મેચોની ૧૮૦ ઇનિંગ્સમાં ૬-૬ બેવડી સદી પુરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામ ઉપર બ્રેડમેને ૫૨ ટેસ્ટ મેચોમાં ૧૨ બેવડી સદી ફટકારી હતી. શ્રીલંકાના કુમાર સંગાકારાએ ૧૧ અને બ્રાયન લારાએ ૯ બેવડી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટ મેચોમાં સાત અને જયવર્ધનેએ ૧૪૯ ટેસ્ટ મેચોમાં સાત બેવડી સદી ફટકારી હતી. કોહલીએ આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૦૦ રન પુરા કર્યા હતા. ૧૩૮ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. આ પહેલા વિરેન્દ્ર કહેવાગે ૧૩૪ અને સચિન તેંડુલકરે ૧૩૬ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત ૧૫૦ રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે બ્રેડમેને આઠ વખત કેપ્ટન તરીકે ૧૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૬૯૯૬ રન ડોન બ્રેડમેનના રહ્યા છે જેથી વિરાટે હવે બ્રેડમેનને પાછળ છોડી દીધો છે. બ્રાયન લારા, માહેલા જયવર્ધને આવું સાત વખત કરી ચુક્યા છે. સૌથી ઝડપી ૧૦૦૦ ટેસ્ટ રન પણ વિરાટ કોહલીએ બનાવી લીધા છે. કોહલીએ પોતાની ૧૯મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સહેવાગે રેકોર્ડ તોડ્યો ત્યારે ૨૦ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાની સામે ૧૦૦૦ રન પુરા કર્યા હતા. સચિને ૨૯ અને રાહુલે ૩૦ ઇનિંગ્સમાં ૧૦૦૦ ટેસ્ટ રન પુરા કર્યા હતા. વિરાટ કોહલીએ અણનમ બેવડી સદી ફટકારીને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેની સિદ્ધિઓને લઇને આજે ચાહકોમાં ચર્ચા રહી હતી.

વિરાટની ૭ બેવડી સદી

પુણે, તા. ૧૧

* પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે ૨૫૪

* ૨૦૧૭માં નવી દિલ્હીમાં શ્રીલંકા સામે ૨૪૩ રન

* ૨૦૧૬માં વાનખેડેમાં ઇંગ્લેન્ડ સામે ૨૩૫ રન

* ૨૦૧૭માં નાગપુર ખાતે શ્રીલંકા સામે ૨૧૩ રન

* ૨૦૧૬માં ઇન્દોર ખાતે ન્યુઝીલેન્ડ સામે ૨૧૧ રન

* ૨૦૧૬માં હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ૨૦૪ રન

* ૨૦૧૬માં નોર્થ સાઉન્ડમાં વિન્ડિઝ સામે ૨૦૦ રન

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD