પોતાના 31મા જન્મદિવસે વિરાટે 15 વર્ષના ચીકૂને લખ્યો પત્ર

Indian News

Indian News

Author 2019-11-05 17:45:00

img

ક્રિકેટની દુનિયામાં પોતાની બેટિંગ અને કેપ્ટનશિપનો જલવો દેકાડનાર કેપ્ટન વિરાટ કોહલીનો આજે 31મો જન્મદિવસ છે. આજે પણ જ્યારે વિરાટ બેટિંગ માટે મેદાનમાં ઉતરે છે, ત્યારે નવો રેકોર્ડ બનાવે છે અને જૂનો રેકોર્ડ તોડે છે. વિરાટ આજની તારીખમાં દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી બની ગયો છે. કોહલી બાંગ્લાદેશ સામે રમાનારી T-20 સીરિઝનો ભાગ નથી બન્યો. હાલમાં તો તે ભૂટાનમાં વેકેશન માણી રહ્યો છે. મોટાભાગના લોકો જાણે છે કે તેના ક્લોઝ ફ્રેન્ડ અને કેટલાક ખેલાડી તેને 'ચિકૂ'ના નામથી બોલાવે છે.

વિરાટે તેના જન્મ દિવસના અવસરે 15 વર્ષના ચીકૂને પત્ર લખ્યો છે. તેણે ચીકૂને જીવનમાં આવેલા પડકારોને કઈ રીતે સામનો કરવો તેની સલાહ આપી છે, જે તે સમયે તેની પાસે નહોતી.

વોંચો વિરાટે પત્રમાં શું લખ્યું છે...

આ રીતે ચીકૂ નામ પડ્યુંઃ

વિરાટ કોહલીનું ચીકૂ નામ એક વખતના તેના સહાયક કોચ રહેલા અજિત ચૌધરીએ આપ્યું હતું. આ નામકરણ પાછળની કહાનીની વાત કરીએ તો, વિરાટ તે સમયે કુલ 10 મેચો પણ નહોતો રમી શકતો. દિલ્હીની ટીમ તે સમયે રણજી મેચ રમી રહી હતી. યુવા વિરાટ તે ટીમનો હિસ્સો હતો. તે સમયે દિલ્હીની ટીમમાં વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, રજત ભાટિયા અને મિથુન મન્હાસ સામેલ હતા. વિરાટ તે સમયે વાળ કપાવીને આવ્યો હતો. તે નવા લુકમાં આવ્યો ત્યારે તેના પૂછવામાં આવ્યું કે, કેવું લાગી રહ્યું છે. ત્યારે જ ઊભેલા સહાયક કોચ અજિત ચૌધરીએ કહ્યું કે, તું બિલકુલ ચીકૂ જેવો લાગી રહ્યો છે. તેના પછી આ નામ તેની સાથે જોડાય ગયું છે.

કોહલીનો રેકોર્ડઃ

વિરાટ કોહલીને દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. તેની સાબિતી બનાવેલા રેકોર્ડ કરે છે. કોહલીએ અત્યાર સુધી કુલ 82 ટેસ્ટ મેચ ભારત માટે રમ્યો છે. આ 82 મેચોમાં તેણે 7066 રન બનાવ્યા છે. તે દરમ્યાન કોહલીએ 57.78ની સરેરાશથી રન બનાવ્યા છે. વન ડેની વાત કરીએ તો કોહલીએ 239 મેચોમાં 60.31ની સરેરાશથી 11520 રન બનાવ્યા છે. વન ડેમાં કોહલીએ 43 સદી અને 54 અડધી સદી ફટકારી છે. તે ઉપરાંત ટી-20માં કોહલી સારી બેટિંગ કરે છે. તેણે 72 મેચોમાં અત્યાર સુધી 2450 રન બનાવ્યા છે. તે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 135.28 રહ્યો છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD