પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતનો ૧૧ રને વિજય

Indian News

Indian News

Author 2019-09-25 05:44:00

img

। સુરત ।

સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં મંગળવારે સાઉથ આફ્રિકા અને ભારતની વિમેન્સ ટીમો વચ્ચે પ્રથમ ટી-૨૦ મેચ યોજાઇ હતી. રોમાંચક મેચમાં ભારતનો ૧૧ રને વિજય થયો હતો. ભારતના ૧૩૧ રનના લક્ષ્‍યાંક સામે આફ્રિકાની ટીમ ૧૧૯ રનમાં ઓલઆઉટ થઇ હતી. સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પર પસંદગી કરી હતી. ભારતની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૦ રન કર્યા હતાં. સુરતની બાઉન્સ પીચ પર કેપ્ટન હરમનપ્રિત કૌર સિવાય બધા બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા. હરમનપ્રિતે ૨ સિક્સર અને ત્રણ બાઉન્ડ્રી વડે ૩૪ બોલમાં ૪૩ રન કર્યા હતાં. સ્મૃતિ મંધાનાએ ૪ ચોગ્ગા મારી ૧૬ બોલમાં ૨૧ રન કર્યા હતાં. બાકીના ૬ બેટ્સમેનો ૨૦થી વધુનો સ્કોેર કરવામાં નિષ્ફળ ગયા હતાં.

આફ્રિકાની શાબનીમ ઇસ્માઇલે ચાર ઓવરમાં ૨૬ રન આપીને ૩ અને નાદિને ડિ ક્લેર્કે ૨ ઓવરમાં ૧૦ રન આપીને ૨ વિકેટ મેળવી હતી. તુમી અને નૌદુમીસોએ ૧-૧ વિકેટ મેળવી ભરતને વિશાળ સ્કોર કરતા રોક્યું હતું.

સાઉથ આફ્રિકાની ટીમની શરૂઆત નબળી થઇ હતી. ૨૯ રનમાં ત્રણ વિકેટ પડી હતી. બાદમાં ૪૮ રનમાં લૌરા અને આફ્રિકી કેપ્ટન સુનેની બે બોલમાં બે વિકેટ પડી હતી. પાંચ વિકેટ પડતા આફ્રિકાની ટીમ દબાણમાં આવી હતી. એમબ્યુ પ્રિઝે ૪૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ સિક્સર મારીને આફ્રિકાનો સ્કોર ૧૧૯ સુધી પહોંચાડયો હતો.

છેલ્લી ઓવરમાં આફ્રિકાએ ૧૮ રનની જરૂર હતી. પ્રથમ બોલે છક્કો મારતા આફ્રિકાની ટીમ ઉત્સાહમાં આવી ગઇ હતી. છેલ્લી ઓવરમાં રાધા યાદવે પીચ પર સેટ થઇ ગયેલી પ્રીઝ અને માલ્બાની વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં બન્ને બેટ્સમેન સ્પમ્પઆઉટ થયા હતાં.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD