પ્રથમ ટી-20 : બાંગ્લાદેશ સામે ટી-20માં ભારતનો પ્રથમ પરાજય

Indian News

Indian News

Author 2019-11-04 01:40:49

img

નવી દિલ્હી : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુશ્ફિકુર રહીમની અણનમ અડધી સદી (60)ની મદદથી બાંગ્લાદેશે ભારત સામેની પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનારે બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે. બાંગ્લાદેશ ટી-20 ફોર્મેટમાં ભારત સામે પ્રથમ વખત જીત મેળવવા સફળ રહ્યું છે.

લિટ્ટન દાસ 7 રન બનાવી આઉટ થતા બાંગ્લાદેશની શરુઆત ખરાબ રહી હતી. મોહમ્મદ નઈમે 26 અને સૌમ્યા સરકારે 39 રન બનાવી સ્થિતિ સંભાળી હતી. નઇમ ચહલ અને સૌમ્યા ખલીલ અહમદનો શિકાર બન્યા હતા. આ પછી મુશ્ફિકુર રહીમે 43 બોલમાં અણનમ 60 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી દીપક ચાહર, ચહલ અને અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.

અગાઉ ભારતનો રોહિત શર્મા 9 રન બનાવી એલબી આઉટ થયો હતો. લોકેશ રાહુલ 17 બોલમાં 15 રન બનાવી કેચઆઉટ થયો હતો. ઐયર 13 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ધવને 42 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 41 રન બનાવ્યા હતા. ધવન રનઆઉટ થયો હતો. ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતા

ડેબ્યૂ મેચ રમી રહેલો શિવમ દૂબે ફક્ત 1 રન બનાવી અફીફનો શિકાર બન્યો હતો. પંતે 26 બોલમાં 3 ફોર સાથે 27 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રુણાલ પંડ્યાએ 8 બોલમાં 15 અને વોશિંગ્ટન સુંદરે 5 બોલમાં 14 રન બનાવી સ્કોર 148 સુધી પહોંચાડ્યો હતો.

પ્રથમ ટી-20માં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓલરાઉન્ડર શિવમ દૂબેએ ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ટી-20 ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 82મો ખેલાડી છે. તેને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ડેબ્યૂ કેપ આપી હતી. રોહિત શર્મા 98મી ટી-20 મેચ રમવા ઉતર્યો છે. આ સાથે જ તે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી આગળ નિકળી ગયો છે. તેનાથી આગળ ફક્ત શોએબ મલિક અને શાહિદ આફ્રિદી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટી-20 મેચ ક્રિકેટ ઇતિહાસની 1000મી મેચ છે. ટી-20 ફોર્મેટની પ્રથમ મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

બંને ટીમો આ પ્રકારે છે
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.

બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ (કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD