પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકાને ધુળ ચાટતું કર્યું

Indian News

Indian News

Author 2019-10-07 16:19:32

img

અશ્વિન, જાડેજા અને શમીની ઘાતક બોલીંગે આફ્રિકાને ઘુંટણીયે પાડયું

ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચ ૨૦૩ રનથી જીતી લીધી છે. જેમાં મેન ઓફ ધ મેચ તરીકે રોહિત શર્માને ઘોષિત કરવામાં આવ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા અને મોહમદ સમીની ઘાતક બોલીંગે આફ્રિકાને ઘુંટણીયે પાડયું હતું અને ધુળ ચાટતું કર્યું હતું. દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ મેચ ડ્રો કરાવવા માટે પણ વલખા મારવા પડયા હતા જેનો શ્રેય ભારતનાં નામાંકિત બોલરોનાં શીરે જાય છે. ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ૨૦૩ રનથી જીતી લીધી છે.

ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (૫/૩૫) અને રવિન્દ્ર જાડેજાએ (૪/૮૭) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી ૩૫૦ વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.

શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (૧૨૭) રનની મદદથી ૩૨૩/૪ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની ૭૧ રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે ૩૯૫ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં ૧૧ રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપતા શ્રીલંકાના લેજેન્ડરી સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી છે. અશ્વિને બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપતા ૬૬ ટેસ્ટમાં ૩૫૦ વિકેટ ઝડપવાના રેકોર્ડની બરોબરી કરી હતી. મુરલીધરને પણ ૬૬ ટેસ્ટમાં ૩૫૦ વિકેટનો વિક્રમ નોંધાવ્યો હતો. અશ્વિને બીજી ઈનિંગમાં થિઉનિસ ડી બ્રુઈનની વિકેટ ઝડપી હતી. બ્રુઈન ૧૦ રન પર ક્લિન બોલ્ડ થયો હતો.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD