ફેન્સે સૂચવેલા 20000 નામ, જય ભાનુશાળીએ રાખ્યું દીકરીનું આ નામ

Khabarchhe

Khabarchhe

Author 2019-09-20 14:10:58

img

ટીવી એક્ટર અને હોસ્ટ જય ભાનુશાળીના ઘરે નાની પરીનું આગમન થયું છે. પિતા બનવાની ખુશી એક્ટરે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જાહેર કરી હતી. દીકરીનું નામ રાખવા બાબતે જય અને તેની પત્ની માહી બન્ને ઘણાં ઉત્સાહિત હતા. હજારો નામની લિસ્ટમાંથી એક્ટરે એક નામ ફાઈનલ કરી લીધું.

જય ભાનુશાળીએ દીકરીના નામનો ખુલાસો સોશિયલ મીડિયા દ્વારા કર્યો. જયે તેની નાની પરીનું નામ તારા રાખ્યું છે. જયે પોસ્ટ કરીને લખ્યું, તમારા દરેકની બ્લેસિંગનો આભાર. દીકરીના નામ માટે 20 હજારથી વધુ નામો આવ્યા હતા. તે અમે નામ નક્કી કરી લીધું છે. સ્વાગત કરો અમારી આંખોના તારા ને. તારા જય ભાનુશાળી.

જયે 16 સપ્ટેમ્બરે દીકરીના નામની જાહેરાત કરી હતી. તેણે તેના ચાહકો પાસેથી દીકરીના નામના સજેસન્સ માંગ્યા હતા. જેમાં તેની પાસે 20 હજાર નામો આવ્યા. જય અને માહીએ તેની દીકરીના નામનો ખુલાસો 17 સપ્ટેમ્બરે કર્યો.

img

જયે લખેલું કે, પિતાની જવાબદારી સંભાળી રહ્યો છું. કેપ્શનમાં તેણે લખેલું કે, થાકેલા હાથ, આંખોમાં ઊંઘ પણ દીકરી કાંધે છે..આ અનમોલ પળ છે.

જય અને માહી તેમની દીકરી જોડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે. 27 ઓગસ્ટે જય અને માહીએ તેની દીકરીનો ફોટો શેર કરીને ફેન્સ પાસેથી T કે M નામના સજેસન્સ માંગ્યા હતાં.

img

ઘણાં વર્ષો સુધી એક-બીજાને ડેટ કર્યા પછી જય અને માહીએ 2010માં લગ્ન કર્યા હતા. 2017માં તેમણે તેમના ઘરે કામ કરનારના બે છોકરાઓને દત્તક લીધા હતા અને ત્યારથી તેમનો ઉછેર કરી રહ્યા છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD