બંધ થશે Dominos Pizza, આ 4 દેશોમાંથી લેશે વિદાય

Khabarchhe

Khabarchhe

Author 2019-10-18 01:01:13

img

વૈશ્વિક મંદીની માર હવે લોકોની પ્રિય પિત્ઝા ચેઈન Dominos Pizza પર પડી ગઈ છે. બ્રિટનની આ કંપની ખોટમાં ચાલી રહી છે. જેને કારણે કંપનીએ નિર્ણય લીધો છે કે તેઓ આ 4 દેશોમાંથી પોતાનો વેપાર સમેટી લેશે.

બ્રિટનની સૌથી મોટી પિત્ઝા ડિલીવરી કંપનીએ જણાવ્યું કે, તેઓ વધારે પડતી ખોટના કારણે 4 દેશોમાંથી પોતાનો કારોબાર બંધ કરવા જઈ રહી છે. ડોમિનોઝની આ જાહેરાત પછી તે દેશોના નાગિરકોને ઝટકો લાગી શકે છે જેમને પિત્ઝા ખાવા પસંદ છે.

સમાચાર એજન્સી અનુસાર, આ નિર્ણયને લઈને ડોમિનોઝના મુખ્ય અધિકારી ડેવિડ વાઈલ્ડે કહ્યું, અમે અંતે એ નિર્ણય પર પહોંચ્યા કે, જે દેશોમાં અમે ખોટમાં જઈ રહ્યા છે ત્યાંના બજારોનું પ્રતિનિધિત્વ અમે નથી કરી શક્યા. અમે ત્યાં વેપારના શ્રેષ્ઠ માલિક નથી.

જોકે, ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ડોમિનોઝનો આ નિર્ણય ભારતમાં નહિ બલ્કે, સ્વિટ્ઝરલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડન જેવા દેશોને લઈને છે. જ્યાં કંપની સતત ખોટમાં જઈ રહી છે.

જો તમને જાણ ન હોય તો, બ્રિટનની આ કંપની મૂળ રીતે તો અમેરિકી બેઝ્ડ Dominos Pizza Incની ફ્રેન્ચાઈઝી કંપની છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN