બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ જૂથનો થયો વિજય

GSTV

GSTV

Author 2019-09-27 19:01:00

img

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રિવાઈવલ જૂથનો વિજય થયો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રિવાઈવલ જૂથના પ્રણવ અમીન વિજેતા જાહેર થયા છે. તો ઉપપ્રમુખ તરીરે શીતલ મહેતા વિજેતા જાહેર થયા છે. તો સેક્રેટરીમાં રોયલ જૂથના અજિત લેલે, જોઈન્ટ સેક્રેટરીમાં રોયલ જૂથના પરાગ પટેલ વિજેતા થયા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની 31 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. 2171 પૈકી 1488 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

એટલે કે લગભગ 68.50 ટકા મતદાન નોંધાયુ હતું. ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, મુનાફ પટેલ, જેકોબ માર્ટિન અને અતુલ બેદાડેએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. બરોડા ક્રિકેટ એસોસિયેશન ચૂંટણીમાં રાજવી પરિવાર દ્વારા પણ મતદાન કર્યુ હતું. રાજમાતા શુભાંગીની દેવી સાથે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છ વર્ષ બાદ આયોજિત બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિદેશથી આવેલા મતદારોએ મતદાન કર્યુ હતું.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN