બર્થડે સ્પેશીયલ : ઇન્ડીયન ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર

Indian News

Indian News

Author 2019-10-14 17:16:45

img

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ શાનદાર બેટ્સમેન ગૌતમ ગંભીર આજે પોતાના ૩૮ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો જન્મ ૧૪ ઓક્ટોબર ૧૯૮૧ ના રોજ શનિવારે નવી દિલ્હીમાં થયો હતો. ભલે તેમને નિવૃત્તિ લઇ લીધી છે, પરંતુ એક સમયમાં તેમને પોતાની શાનદાર ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તો આવો જાણીએ તેમના વિશે......

૧૦ વર્ષની ઉમરમાં જ રમવાનું શરુ કર્યું હતું ક્રિકેટ

તેમના પિતા દીપક ગૌતમ ગંભીર બિઝનેસમેન છે અને માતાનું નામ સીમા છે.

ગૌતમ ગંભીરનો બાળપણથી જ ક્રિકેટનો ક્રેઝ છે અને તેમને ૧૦ વર્ષની ઉમરમાં જ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું. ત્યાર બાદ ૨૨ વર્ષની ઉમરમાં તેમને ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું અને શાનદાર ઇનિંગો રમી ચાહકોના દિલોમાં જગ્યા બનાવી છે.

વનડે અને ટેસ્ટ કારકિર્દી

૨૦૦૩ માં પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર ગૌતમ ગંભીરે અત્યાર સુધી ૧૪૭ મેચ રમી છે, જેમાં તેમને ૫૨૩૮ રન બનાવ્યા અને આ શાનદાર ઇનિંગોમાં ૧૧ સદી અને ૩૪ અડધી સદી ફટકારી છે. જયારે ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો ૨૦૦૪ માં તેમને ટેસ્ટ કારકિર્દીમાં ડેબ્યુ કર્યું અને અત્યાર સુધી ૫૮ મેચમાં ૪૧૫૪ રન બનાવી ચુક્યા છે, જેમાં ૯ સદી અને ૧ બેવડી સદી પણ સામેલ છે. પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

ટી-૨૦ અને આઈપીએલ કારકિર્દી

ટી-૨૦ ફ્રોમેટની વાત કરીએ તો આ ફ્રોમેટમાં પાછળ રહ્યા નથી. તેમને કુલ ૩૭ મેચ રમી અને જેમાં ૯૩૨ રન બનાવ્યા, તેના સિવાય તેમને આઈપીએલમાં ખુબ ધૂમ મચાવી અને ૧૪૮ મેચમાં ૪૧૩૩ રન બનાવ્યા હતા.

બે વર્લ્ડકપની ફાઈનલમાં શાનદાર બેટિંગ

સાઉથ આફ્રિકામાં રમાયેલી પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની ટાઈટલ જીતમાં ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગ કરી હતી. આ ટુર્નામેન્ટમાં તેમને ૩ અડધી સદી ફટકારી છે. તેના સિવાય ૨૦૧૧ ના વર્લ્ડ કપમાં પણ તેમને શ્રીલંકા સામે સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ મેચમાં તેમને ૯૭ રનની ઇનિંગ રમી હતી.

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN