બાંગ્લાદેશની સામેની શ્રેણી માટે ટીમની થયેલ જાહેરાત

Indian News

Indian News

Author 2019-10-24 22:47:29

મુંબઈ, તા. ૨૪ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે બાંગ્લાદેશની સામે આગામી ટી-૨૦ અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આશા મુજબ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને ટી-૨૦ શ્રેણી સિરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અલબત્ત વિરાટ કોહલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વાપસી કરશે.

મર્યાદિત ઓવરની ક્રિકેટ ટીમમાં રિષભ પંતના કવર તરીકે સંજુ સેમસનને સામેલ કરવામાં આવ્યો છે જ્યારે ચહેલની ટીમમાં વાપસી થઇ છે. ભારતે ઓક્ટોબર ૨૦૧૮ બાદથી તમામ સ્વરુપમાં ૫૬ મેચો રમી છે જે પૈકી ૪૮ મેચોમાં વિરાટ કોહલી રમ્યો છે. રાંચી ટેસ્ટ દરમિયાન બીસીસીઆઈના નવા પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને આરામ આપવાના મુદ્દા પર કહ્યું હતું કે, આ બાબત કેપ્ટન પર આધારિત રહેશે કે તે શુ ઇચ્છે છે. મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

તેને હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી-૨૦ ટીમમાં મુંબઈના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર આગામી શ્રેણીમાં સ્વસ્થ થઇને વાપસી કરી શકે છે. આગામી શ્રેણી વેસ્ટઇન્ડિઝ સામે રમાશે. આની સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઝડપી બોલર જસપ્રિત બુમરાહની વાપસીમાં હજુ સમય લાગશે. સેમસને હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં કેરળ તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી. પસંદગી સમિતિના અધિકારીઓએ કહ્યું છેકે, પંત બાદ બીજા વિકલ્પ તરીકે સેમસનની પસંદગી કરવામાં આવી છે. જો રિષભ અને સંજુ બંને ટીમમાં રહેશે તો પણ કોઇ તકલીફ રહેશે નહીં. આ બંને ખેલાડીઓ પણ સાથે રમી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં લઇને તેને રમાડવાની જરૂર દેખાઈ રહી છે. સંજુમાં મેચના પાસાને બદલવાની તાકાત છે. ટી-૨૦ને ધ્યાનમાં લઇને વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. કોહલી ટીમમાં નથી ત્યારે સેમસનને બેકઅપ બેટ્સમેન તરીકે પણ જોવામાં આવે છે. વિજય શંકર પર શિવમ ભારે પડ્યો છે. શિવમ દુબેએ ઓલરાઉન્ડર તરીકે વિજય શંકરને પછડાટ આપી દીધી છે. શિવમની બોલિંગ હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની નથી. તે હાર્દિકની વેરાઇટીની નજીક નથી પરંતુ તે બેટિંગમાં ખુબ શક્તિશાળી છે. ભારતીય ટીમ નીચે મુજબ છે.

ટી-૨૦ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહેલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલિલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર

ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજન્ક્ય રહાણે, સહા, જાડેજા, અશ્વિન, કુલદીપ, સામી, ઉમેશ યાદવ, ઇશાંત, શુભમન ગિલ અને પંત.

શ્રેણીનો કાર્યક્રમ........

મુંબઈ, તા. ૨૪ : બાંગ્લાદેશ સામે રમાનારી શ્રેણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કાર્યક્રમ નીચે મુજબ છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD