બાંગ્લાદેશી ક્રિકેટર રહીમ હવે નહીં કરે વિકેટકિપિંગ

Indian News

Indian News

Author 2019-10-29 13:27:26

નવી દિલ્હી: બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી મુશફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ- કીપીંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

રહીમે નિર્ણય પોતાના કામનો ભાર ઘટાડવા માટે લીધો છે. તેમનું કહેવું છે કે તેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે તેથી તેમના કામનો ભાર ઘટાડવા અને ઈજાથી બચવા માટે નિર્ણય લઈ રહ્યા છે. ક્રિકબઝના અનુસાર મુશફિકરે કહ્યું કે હું ટેસ્ટ મેચોમાં વિકેટકીપિંગ કરવા નથી માંગતો. મારી પાસે આવતા દિવસોમાં તમામ ફોર્મેટમાં રમવા માટે ઘણી મેચ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય હું ઢાકા પ્રીમિયર લીગ ( ડીપીએલ) અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ( બીપીએલ) માં પણ ભાગ લઉં છું. બધું જોઈને મને લાગ્યું કે કામનો ભાર મારા પર વધી રહ્યો છે. મુશફિકરે કહ્યું કે હું લાંબા સમયથી ટીમ માટે સારું કરવા માંગુ છું અને ત્રણેય ફોર્મેટમાં રમું છું, જેના કારણે મારે મારી માવજતની પણ ખાસ કાળજી લેવી પડશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN