બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

Indian News

Indian News

Author 2019-10-25 15:16:25

img

બાંગ્લાદેશ સામે ટી-૨૦ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સીરીઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં કેટલાક નવા ચેહરાઓને પણ તક આપવામાં આવી છે. તેમાં સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબેનું નામે સામેલ છે. શિવમ દુબે પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની ઓળખાણ આક્રમક બેટ્સમેન અને ઉપયોગી બોલરના રૂપમાં હોય છે. મુંબઈના આ ખેલાડીએ ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સંજુ સેમસન ટીમ ઇન્ડિયા તરફથી એક ટી-૨૦ મેચ રમી ચુક્યા છે. જ્યારે શાર્દુલ ઠાકુર ૭ ટી-૨૦ સાથે એક ટેસ્ટ મેચ રમી ચુક્યા છે.

આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં ૪ ફેરફાર કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલીને આરામ આપવા સિવાય ઝડપી બોલર નવદીપ સૈની અને સ્પિનર રવીન્દ્ર જાડેજાને ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે, તેમને પણ આરામ આપવામાં આવ્યો છે. જયારે હાર્દિકને ઈજાના કારણે બહાર રાખવામાં આવ્યા છે. જ્યારે લેગ સ્પિનર યુજ્વેન્દ્ર ચહલને લાંબા સમય બાદ ટી-૨૦ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. તેમને વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામે ટી-૨૦ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા નહોતા.

સંજુ સેમસનને પણ ટીમમાં ઇન્ડિયા પસંદ કરવામાં આવ્યા છે. તેમને વિજય હજારે ટ્રોફીમાં ડબલ સદી ફટકારી હતી. ત્યાર બાદ તેમને ટીમમાં સામેલ કરવાની માંગણી કરવામાં આવી હતી.

જયારે શિવમ દુબે નીચલા ક્રમના આક્રમક બેટ્સમેન છે. તે બે વખત એક ઓવરમાં ૫-૫ સિક્સર ફટકારવાનો કમાલ કરી ચુક્યા છે. મુંબઈ માટે વિજય હજારે ટ્રોફીમાં તેમને આક્રમક બેટિંગ કરી છે. તે બોલિંગ પણ કરે છે પરંતુ તેમાં તે એટલા સારા નથી. બીસીસીઆઈના એક સુત્રે જણાવ્યું છે કે, 'દરેક સંમત છે કે, શિવમ દુબેની બોલિંગ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની નથી અને તે હાર્દિકની વેરાઈટીના નજીક પણ નથી. પરંતુ તે ડાબા હાથના ખેલાડી જે સકારાત્મક બાબત છે અને તે મોટી સિક્સર ફટકારી શકે છે.

બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે નવેમ્બરમાં ટી-૨૦ અને ત્યાર બાદ ૨ ટેસ્ટ મેચની સીરીઝ હશે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની ટીમ આગામી મહીને ભારત પ્રવાસ પર આવી રહી છે. અહીં તે ૩ ટી-૨૦ અને ૨ ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

ટી-૨૦ સીરીઝની શરૂઆત દિલ્હીમાં ૩ નવેમ્બરથી થશે. બીજી મેચ રાજકોટમાં ૭ નવેમ્બર અને ત્રીજી મેચ નાગપુરમાં ૧૦ નવેમ્બરના રમાશે. બે મેચની ટેસ્ટ શ્રેણી ૧૪ નવેમ્બરથી ઇન્દોરમાં શરુ થશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગ છે. બીજી અને અંતિમ ટેસ્ટ કોલકાતામાં ૨૨ નવેમ્બરના રમાશે.

ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સંજુ સેમસન, ઋષભ પંત, લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર અને યુજ્વેન્દ્ર ચહલ.

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN