બીગ બેશ લીગ ૨૦૧૯-૨૦ માં સિડની થંડર માટે રમશે એલેક્સ હેલ્સ

Indian News

Indian News

Author 2019-10-03 15:16:31

img

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટોપ ક્રમ બેટ્સમેન એલેક્સ હેલ્સે આગામી બિશ બેશ લીગ સીઝન માટે સિડની થંડર ક્લબ સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. એલેક્સ હેલ્સ ૨૦૧૯-૨૦ બીગ બેસ સીઝનમાં સિડની ક્લબ માટે રમતા જોવા મળશે. જેને લઈને તે ઘણા ઉત્સાહિત છે. ઈંગ્લીશ ક્રિકેટરે જણાવ્યું છે કે, 'હું બીગ બેશમાં પરત ફરવાની રાહ જોઈ શકું નહીં. આ દુનિયાભરમાં સમ્માનિત કરનારી ટુર્નામેન્ટ છે. ક્રિકેટનું સ્તર શાનદાર છે અને તમને ઓસ્ટ્રેલિયા જઈને રમવાની જે પણ તક મળે છે તે કમાલ હશે. એટલા માટે હું તેની રાહ જોઈ રહ્યો છુ.'

એલેક્સ હેલ્સે આગળ જણાવ્યું છે કે, 'સિડની થંડર ફૂલ પેકેજ છે. સિડની દુનિયાના સૌથી શાનદાર શહેરોમાંથી એક છે, અને શેન બોન્ડ, જોકે સમ્માનિત કોચ છે તેમની સાથે કામ કરવાની તક મળવી સારી છે.

આ એક નવી ક્લબ છે એટલા માટે આશા છે કે, હું ત્યાં એક સફળ પરિવાર બનાવવાની પ્રકિયાનો ભાગ બની શકીશ. ઓપનર તરીકે બેટ્સમેન તમે સર્વાધિક બનાવનાર બેટ્સમેનોમાંથી એક હોવા જોઈએ. એટલા માટે આ મારા ટાર્ગેટમાંથી એક છે.'

સિડની થંડરના કોચ અને ભૂતપૂર્વ દિગ્ગજ બોલર શેન્ડ બોન્ડ પણ એલેક્સ હેલ્સના ફ્રેન્ચાઇઝી સાથે જોડાવવાથી ખુશ છે. તેમને જણાવ્યું છે કે, 'તે ટી-૨૦ ફ્રોમેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. તેમના જેવા ખેલાડીનું સંપૂર્ણ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેવું સારી ડીલ છે. મે તેમની સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં થોડો સમય પસાર કર્યો અને ન્યુઝીલેન્ડની કોચિંગ દરમિયાન તેમની સામે રહ્યો હતો જ્યાં તેમને ઘણી સારી ઇનિંગ રમી હતી.'

એલેક્સ હેલ્સે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં શાનદાર ટી-૨૦ બ્લાસ્ટ ટુર્નામેન્ટ રમી છે. તેમને ૧૨ મેચમાં ૧૪૦.૨૬ ની સ્ટ્રાઈક રેટથી ૪૧૮ રન બનાવ્યા હતા. શેન્ડ બોન્ડે તેમના વિશેમાં જણાવ્યું હતું કે, 'તે આક્રમક બેટ્સમેનોમાંથી એક છે અને શાનદાર ફિલ્ડર છે અને ખુબ અનુભવી ખેલાડી છે.'

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN