બેબી સ્ટેપઃ રિકવરીનો માર્ગ અહીંથી શરૂ થયો છેઃ હાર્દિક

Indian News

Indian News

Author 2019-10-09 15:16:14

img

એજન્સી, મુંબઈ

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળતાપૂર્વક સર્જરી થઈ ગઈ છે. તેણે આજે પોતાનો વીડિયો ટ્વિટ કરીને કહ્યું છે કે ચાલવાનું શરૂ કરી દીધું છે. આ બેબી સ્ટેપ્સ છે અને રિકવરીની શરૂઆત અહીંથી થઈ રહી છે. હજી લાંબી મજલ કાપવાની છે, પણ તમારી શુભેચ્છાઓ મારી સાથે છે એ બદલ ધન્યવાદ. હાર્દિકને પીઠની નીચેના ભાગમાં દુઃખાવો થઈ રહ્યો હતો. આ દુઃખાવો અસહ્યઃ થઈ જતાં તેની સર્જરી કરાવવી પડી હતી.

ડોક્ટરોના કહેવા મુજબ હાર્દિક હવે ઓછામાં ઓછા છ મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. ઇજાના લીધે હાર્દિકે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો નથી.

જોકે તે ટી-20 સીરિઝ રમ્યો હતો. તે બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પણ રમશે અને હવે સીધો એપ્રિલ મહિનામાં પુનરાગમન કરી શકે છે.

તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએઈમાં એશિયા કપ દરમિયાન પહેલીવાર પીઠની ઇજાની ખબર પડી હતી. સાતમી ઓક્ટોબરે ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનનો જન્મદિવસ હતો. હાર્દિકે ઝહિર ખાનને સોશિયલ મીડિયા પર જન્મ દિવસની શુભેચ્છાઓ તો આપી, પરંતુ તેની સાથે તેણે જે વીડિયો મૂક્યો હતો તેના કારણે હાર્દિક ટ્રોલ પણ થયો હતો.

જૂની એક મેચમાં ઝહીર ખાનની બોલિંગમાં હાર્દિક જોરદાર શોટ્સ મારતો દેખાય છે. આ વીડિયો મૂકીને હાર્દિકે એવું પણ લખ્યું હતું કે જિંદગીના નવા વર્ષમાં ઝહીર વધુ સારી રીતે પર્ફોર્મ કરે. ઝહીર ખાનના ચાહકો હાર્દિકની આવી પોસ્ટથી છંછેડાઈ ગયા હતા અને તેને જાતભાતની સલાહ આપી દીધી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD