બોયફ્રેન્ડની યાદ આવે તો આ કામ કરે છે છોકરીઓ

Khabarchhe

Khabarchhe

Author 2019-09-15 14:04:26

img

કોઈ પણ રિલેશનશીપમાં લવબર્ડ્સ વચ્ચે ડિસ્ટન્સ આવી જાય કે થોડા દિવસો તેઓ એકબીજાને ન મળી શકે એવી સ્થિતિ સર્જાય ત્યારે છોકરીઓ અત્યંત વ્યાકૂળ થઈ જતી હોય છે. તેમને તેમના પાર્ટનરથી દૂર થવું પસંદ નથી હોતું એટલે તેઓ પોતાના પાર્ટનરની નજીક રહેવાના કે તેઓ જો દૂર હોય તો તેમનો પાસે હોવાના અહેસાસને પામવાના પ્રયત્નો કરતી રહેતી હોય છે.

જ્યારે પણ છોકરીઓ તેમના પાર્ટનરથી દૂર હોય છે ત્યારે તેઓ હંમેશાં પોતાના પાર્ટનરનું વ્હોટ્સ, ઈન્સ્ટાગ્રામ કે ફેસબુકનું ડીપી વારંવાર જોઈ લે છે અથવા તો તેના લાસ્ટ સીનને વારંવાર ચેક કરતી રહે છે, જેથી તેમને એવું લાગ્યા કરે કે તેમનો બોયફ્રેન્ડ તેમનાથી નજીક છે.

આ સિવાય તેઓ રોમેન્ટિક ફિલ્મો અને રોમેન્ટિક ગીતો પણ સાંભળવાનું પસંદ કરે છે. અને એ રેમોન્ટિક દૃશ્યોમાં તેઓ તેમના બોયફ્રેન્ડ્સ સાથે પોતાને વિઝ્યુલાઈઝ કરે છે. અને આ રીતે તેઓ પોતાના બોયફ્રેન્ડની સાથે હોવાનો અહેસાસ કરે છે.

તેમને એમ ખબર હોય કે તેમનો બોયફ્રેન્ડ તેમની સાથે વાત કરી શકે એમ નથી તો પણ તેઓ થોડા થોડા સમયે બોયફ્રેન્ડને આઈ લવ યુ કે આઈ મીસ યુનો મેસેજ કરતી રહે છે અને એ રીતે તેમના બોયફ્રેન્ડની નજીક હોવાનું ફીલ કરે છે.

તો જ્યારે પણ છોકરીઓને તેમના બોયફ્રેન્ડની યાદ આવે છે ત્યારે તેઓ તેમના બોયફ્રેન્ડે આપેલી ગિફ્ટ્સ વારંવાર જોયા કરે છે. અથવા તો તેમના બોયફ્રેન્ડ સાથે થયેલી ચેટ્સને વારંવાર જોયા કરે છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN