ભારતનો આ પ્રવાસ માનસિક રીતે ઘણો ડરામણો રહ્યો: ડુ પ્લેસિસ

Indian News

Indian News

Author 2019-10-23 12:56:07

img

એજન્સી > રાંચી

ત્રણ ટેસ્ટની સિરીઝમાં ભારતે બોલિંગ અને બેટિંગમાં કચડી નાખ્યા બાદ સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમના સુકાની ફાફ ડુ પ્લેસિસે કબૂલ્યું હતું કે ભારતનો આ પ્રવાસ અમારા માટે માનસિક રીતે ડરામણો રહ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમ પરત ફરશે ત્યારે માનસિક આઘાતમાં હશે. ભારતના મહાન ખેલાડીઓનો સામનો કરતાં અમે ડરતા હતા.

ભારતના આ પ્રવાસમાં સાઉથ આફ્રિકન ટીમ જરાય લડત આપી શકી ન હતી અને ત્રણેય ટેસ્ટમાં તેનો કારમો પરાજય થયો હતો. પ્લેસિસે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રવાસમાં ખ્યાલ આવ્યો કે ઘણી વાર માનસિક રીતે આઘાત લાગતો હોય છે અને તેમાંથી બહાર આવવું અઘરું છે.

ભારતે દરેક ઇનિંગ્સમાં જે રીતે મોટા સ્કોર રજૂ કર્યા અને અમારી ઉપર સતત દબાણ લાદતા રહ્યા હતા.

આ બાબતની અમારી બેટિંગ પર માનસિક અસર પડી હતી. તેમાંથી બહાર આવવામાં ઘણી શક્તિ વેડફાઈ જતી હોય છે. આ જ કારણસર સિરીઝના અંતિમ તબક્કામાં અમારી બેટિંગ નબળી પડી ગઈ હતી. તમે ક્યારેય માનસિક રીતે નબળા પડવા માગતા હોતા નથી તેમ તેણે ઉમેર્યું હતું.

સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડને દોષિત ઠેરવતાં પ્રવાસી સુકાનીએ જણાવ્યું હતું કે આ પ્રવાસથી પ્લાનિંગમાં અભાવ છે તે બાબત છતી થઈ ગઈ છે. હશીમ અમલા અને ડી વિલિયર્સ જેવા મહાન ખેલાડીની નિવૃત્તિ બાદ બોર્ડે ટીમના ભવિષ્ય વિશે વિચાર્યું જ ન હતું. આ બાબતથી જ ખ્યાલ આવે છે કે ક્રિકેટનું અમારું માળખું યોગ્ય રીતે ગોઠવાયેલું નથી. ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણો તફાવત છે. તમે બેથી ત્રણ વર્ષ પાછળ જૂઓ અને જો કોઈમાં ખરેખર વિઝન હોય તો તે કહી શક્યો હોત કે આગામી ત્રણેક વર્ષ બાદ ટીમમાં ઘણા બિનઅનુભવી ખેલાડી હશે. એ વખતે ટીમમાં 34થી 36ની વયના ખેલાડીઓ હતા જે નિવૃત્ત થનારા જ હતા તો પછી આ પ્રકારની પરિસ્થિતિ માટે તમે કેમ કોઈ પગલા લીધા ન હતા તેમ પ્લેસિસે જણાવ્યું હતું.

સાઉથ આફ્રિકન સુકાનીના મતે યોગ્ય પ્લાનિંગ નહીં કરવા માટે અમે જવાબદાર છીએ. એક સાથે ચાર કે પાંચ ખેલાડીને બદલે તમને એકાદ ખેલાડી જ મળે. અગાઉથી યોજના હોય તો કેટલાક મહાન ખેલાડી એકસાથે નિવૃત્ત થાય ત્યારે તમારી પાસે અન્ય ખેલાડી તૈયાર હોવો જોઇએ.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD