ભારતનો જોરદાર ડંકો

Indian News

Indian News

Author 2019-10-26 20:34:51

img

ટીમં ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકામાં શાનદાર દેખાવ બાદ ભારતની વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર ધાક વધી ગઇ છે. ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. આની સાથે જ દિવાળી પર લોકોને મોટી ભેંટ આપવામાં આવી છે. મંગળવારના દિવસે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાની સામે એક ઇનિગ્સ અને ૨૦૨ રને જીત મેળવી હતી. આની સાથે જ વિશ્વ ક્રિકેટમાં તેની સર્વોપરિતા પુરવાર કરી હતી. હવે કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે કુલ ૧૧ટેસ્ટ શ્રેણી ઘરમાં જીતી છે. ભારતે વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ ૨૦૩ રને જીતી લીધી હતી. બીજી ટેસ્ટ ઇનિગ્સ અને ૧૩૭ રને જીતી લીધી હતી. ત્રણેય ટેસ્ટ મેચ આફ્રિકાની ટીમ બિલકુલ નિસહાય દેખાઇ હતી.

ભારતીય ખેલાડી દરેક રીતે પ્રભાવમાં દેખાયા હતા. દરેક મહેમાન ટીમ નેટ પ્રેકટીસ પર સ્પીનને લઇને વધારે પ્રેકટીસ કરતી હતી. તેમની એક દ ગણતરી સ્પીન સામે રક્ષણ મેળવવાની હતી. હજુ સુધી ભારતીય માહોલમાં સ્પીનર્સને સૌથી વધારે ભારતની તાકાત તરીકે ગણવામાં આવતી હતી. જા કે હવે ભારતની તાકાત ઝડપી બોલરની પણ રહી છે. વર્તમાન સિરીઝ જીતમાં ઝડપી બોલરોની ભૂમિકા નિર્ણાયક રહી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્‌સમેનો જુબેર અને અન્યોએ કબુલાત કરી છે કે સ્પીનરોની સામે રણનિતી સાથે આવ્યાહતા. જા કે હવે ઝડપી બોલરની સામે મુશ્કેલી નડી છે. ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ શાનદાર ભૂમિકા અદા કરી હતી. રોહિત શર્માએ વર્તમાન શ્રેણીમાં ૫૨૯ રન કર્યા છે. મયંક અગ્રવાલે વર્તમાન શ્રેણીમાંમ એક બેવડી સદી અને એક સદી ફટકારી હતી જેનાથી સ્પષ્ટ છે કે ભારતને શÂક્તશાળી અને આદર્શ ઓપનિંગ જાડી મળી ગઇ છે.
મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને રહાણે પણ શાનદાર દેખાવ કરવામાં સફળ રહ્યા છે. સારા સ્પીનરો પણ ટીમ સાથે સતત જાડાઇ રહ્યા છે. શાહબાજ નદીમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ તમામ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જારદાર દેખાવ સતત તમામ ટીમો સામે કરી રહી છે. કોહલીની ચમક કેપ્ટન તરીકે વધારે વધી ગઇ છે. ખેલાડીઓને એક મત રાખવા અને નવા પડકારોને પહોંચી વળવા માટેના મામલે તે દુનિયાના અન્ય દેશોના કેપ્ટન કરતા આગળ રહ્યો છે. તે બેટિંગના મામલે પણ સૌથી આગળ રહ્યો છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના મામલે તમામ દેશો કરતા હાલમાં ભારતીય ટીમ વધારે શÂક્તશાળી તરીકે સાબિત થઇ રહી છે. વિશ્વ ક્રિકેટમાં આગામી દિવસો ભારતીય ટીમ માટે વધારે આદર્શ રહી શકે છે. ક્રિકેટ બોર્ડના વડા તરીકે સૌરવ ગાંગુલીની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે Âસ્થતી વધારે સારી છે. તે વિતેલા વર્ષોના સ્ટાર બેટ્‌સમેન તરીકે રહ્યો છે. તેની બેટિંગની નોંધ લેવામાં આવતી હતી. તેની હાજરીથી ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટમાં વધારે સિદ્ધી હાંસલ કરશે. મહાન ખેલાડી બ્રાયન લારાએ ભારતીય ઝડપી બોલરોની પ્રશંસા કરતા કહ્યુ છે કે તેને આ ટીમ જાઇને ૮૦ના દશકની વેસ્ટ ઇન્ડઝની ટીમની યાદ આવી જાય છે. સારી બાબત એ હતી કે વર્તમાન શ્રેણીમાં ઇશાંત સિવાય કોઇ ખેલાડી વધારે અનુભવી ન હતા. છતાં શાનદાર દેખાવ કરી શક્યો છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD