ભારતીય એથ્લેટિક્સ, 'સ્લીપિંગ જાયન્ટ' જાગી રહ્યો છે

Indian News

Indian News

Author 2019-10-06 02:47:00

img

કવર પોઈન્ટ :- રિપ્પલ એન. ક્રિસ્ટી

'ઊડન પરી' પીટી ઉષા, લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જ બાદ ઘણા લાંબા સમયે સ્પ્રિન્ટર હિમા દાસ, સરિતા ગાયકવાડ, તેજસ્વિની શંકર સહિત ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ઇન્ટરનેશનલ એથ્લેટિક્સમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે પરંતુ ૧૯૯૦થી ઓલિમ્પિકના ઇતિહાસ ઉપર નજર નાખો તો અમેરિકન દિગ્ગજ સ્વિમર માઇકલ ફેલ્પ્સ, જમૈકન સ્પ્રિન્ટર યુસૈન બોલ્ટે વ્યક્તિગત રીતે ભારતે મેળવેલા કુલ મેડલ્સ કરતાં પણ વધારે મેડલ્સ મેળવ્યા છે. લંડન ઓલિમ્પિક ૨૦૧૨માં ભારતે બેસ્ટ દેખાવ કરીને છ મેડલ્સ મેળવ્યા હતા અને તે પણ ગણતરી કરીએ તો પ્રત્યેક ૨૦ કરોડ ભારતીયમાં એક મુજબનો હતો. છેલ્લા કેટલાક વર્ષને બાદ કરતાં ભૂતકાળામાં ભારતીય સરકારે પણ રમતગમતોને ક્યારેય પ્રાધાન્ય આપ્યું હતું.

તેમ છતાં અત્યારે પણ યુવા ટેલેન્ટ તથા ગ્રાસરૂટ લેવલની સગવડોનો તો અભાવ જ છે. દાખલા તરીકે ૧૯૯૮માં ભારતનું સ્પોર્ટ્સ બજેટ ૧.૫ કરોડ રૂપિયાનું હતું અને તેની સામે ચાઇનાનું ૧૫ કરોડનું હતું. જેના કારણે ભારતે ૧૯૯૮ની એશિયન ગેમ્સમાં જીતેલા મેડલ કરતાં ચાઇનાએ ૧૦ ગણા મેડલ્સ જીત્યા હતા.

નાણાંના અભાવે ભારતીય એથ્લેટ્સનો કંગાળ દેખાવ જારી રહ્યો છે અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને પણ કબૂલાત કરી હતી કે સરકાર પણ એથ્લેટ્સને પૂરતી મદદ કરતી નથી. આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જૂની માનસિકતાનું છે. હંમેશાં માતાપિતા પોતાના બાળકોને સલાહ આપતા હતા કે 'ખેલોગે કુદોગે તો હોંગે ખરાબ, પઢોગે લિખોગે તો બનોગે નવાબ'. માતાપિતાનું માઇન્ડ એવું સેટ થઈ ગયું છે કે, રમતગમતમાંથી થતી આવકથી ઘર ચાલી શકશે નહીં. જોકે, હવે ટ્રેન્ડ બદલાયો છે અને હવે યુવા પેઢી પણ વિચારે છે કે, રમીશું તો ફિટ રહીશું અને સ્ટાર બનીશું. ઘણા યુવાઓ સ્પોર્ટ્સને કારકિર્દી તરીકે પણ અપનાવી રહ્યા છે. સરકાર હવે ઘણી સગવડો આપે છે પરંતુ રમતવીરોને કાયમી નોકરીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ નથી.

ભારતનું કલ્ચર પણ એથ્લેટિક્સના અપૂરતા વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. દેશના રિમોટ એરિયામાંથી આવતા ટેલેન્ટેડ ખેલાડીઓ વર્તમાન સમયની આધુનિક ટેક્નોલોજી તથા સગવડોથી અજાણ હોય છે અને તેમને માર્ગદર્શન આપવા કરતાં ઉચ્ચ વર્ગના લોકો દ્વારા તેમની હાંસી ઉડાવવામાં આવે છે. આ ઉપરાંત તેમની નાતજાતના લોકો સહિત પરિવારજનો પણ ખેલાડીઓને હતોત્સાહ કરતા હોય છે. અલગ અલગ ભાષા તથા નીચલા વર્ગના ખેલાડીઓ સાથે હજુ પણ કેટલાક ભેદભાવ દાખવવામાં આવી રહ્યા છે. તેમને હાઇએસ્ટ ક્વોલિટીની સગવડો તથા શિક્ષણ આપવાના બદલે તેમને અભણ ગણીને તેમના ટેલેન્ટને દબાવી દેવામાં આવે છે. ક્યારેક નેશનલ ફેડરેશન તથા એસોસિયેશન પણ ખેલાડીઓની પસંદગીમાં ભેદભાવ કરે છે તેવા પણ બનાવો સપાટી ઉપર આવ્યા છે.

દેશમાં અન્ય રમતોના અપૂરતા વિકાસમાં ક્રિકેટની રમતનો પણ એટલો જ ફાળો રહ્યો છે પરંતુ હવે સ્પોન્સર પણ હવે વ્યક્તિગત રમતોના ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપીને તેમના સારા ભાવિનું ઘડતર કરે છે. ક્રિકેટની ગ્લેમરસ દુનિયામાં અપાર નાણાં હોવાથી માતાપિતા પણ પોતાના બાળકને ક્રિકેટર બનવાની સલાહ આપે છે પરંતુ તેઓ ક્યારેય એથ્લેટ કે બોક્સર બનવાનું કહેતા નથી. માતાપિતાએ પણ હવે આ માનસિકતા બદલવાની જરૂર છે. મીડિયા પણ હવે સ્થાનિક પ્લેયર્સને હાઇલાઇટ્સ કરતા હોવાના કારણે રમતપ્રેમીઓ હિમા દાસ, સરિતા વગેરેને ઓળખતા થયા છે.

ભારતીય એથ્લેટિક્સમાં મોટા પ્રમાણમાં કાયાપલટ થઈ રહી છે પરંતુ હજુ આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમે બતાવી આપ્યું છે કે, દેશમાં ટેલેન્ટની કોઈ ખોટ નથી બસ શોધવાની જરૂર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂર છે. જો આપણા એથ્લેટ્સ સારો દેખાવ કરશે તો પણ જુનવાણી ઢબથી ચાલી રહેલા ફેડરેશનો, સેન્ટ્રલ તથા સ્ટેટ રમતગમત વિભાગોએ પોતાની કાર્યશૈલી હંમેશાં અંતરાયરૂપ ઔબને છે.

ભારતીય એથ્લેટિક્સમાં કોઈ ચમત્કાર થાય તેવી કોઈને ધારણા નથી પરંતુ સફળતા બીજી સફળતાને ખેંચી લાવશે તે નક્કી છે. પ્રત્યેક રમતમાં એક સ્ટાર, આઇકોન કે હીરોની જરૂર છે અને દેશમાં હવે આ પ્રકારના ખેલાડીઓ સપાટી ઉપર આવી ગયા છે અને તેઓ ચોક્કસપણે અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ક્રિકેટમાં જેમ સચિન, ધોની તથા કોહલી આઇકોન છે તેમ અન્ય રમતોમાં પીવી સિંધૂ, મેરિકોમ, સાઇના નેહવાલ પણ યુવા પેઢી માટે આઇકોન બન્યા છે.

ripple 18765 @gmail.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN