ભારત-બાંગ્લાદેશની વચ્ચે આજે નાગપુરમાં મેચ થશે

Lok Sansar

Lok Sansar

Author 2019-11-10 16:03:55

img

નાગપુર, તા. ૯
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી મેચ આવતીકાલે નાગપુર ખાતે રમનાર છે. આ મેચ નિર્ણાયક બની રહેશે કારણ કે પ્રથમ મેચ બાંગ્લાદેશે જીતી લીધા બાદ બીજી મેચ રાજકોટ ખાતેની ભારતે જીતી હતી. જેથી આ મેચ પર તમામની નજર રહેશે. આવતીકાલે રવિવારના દિવસે આ મેચ હોવાથી મોટી સંખ્યામાં ચાહકો પણ નાગપુરમાં મેચ જાવા માટે પહોંચે તેવી શક્યતા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈÂન્ડયા ૨-૧થી શ્રેણી જીતવા ઉત્સુક છે. ટીમ ધરખમ દેખાવ માટે સજ્જ છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યુ છે કે ટીમ ઇન્ડિયા એક દિશામાં કામ કરી રહી છે. ટ્‌વેન્ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પ્રભુત્વ હાંસલ કરવાની તેની યોજના છે. જેથી દરેક ક્ષેત્રમાં શક્ય બને તેટલા સુધારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લી શ્રેણીમાં અમે જુદી જુદી જાડીને મેદાનમાં ઉતરીને કસૌટી કરી ચુક્યા છીએ. આ પરંપરા હજુ જારી રહેનાર છે. બીજી બાજુ બાંગ્લાદેશી ખેલાડી હમેંશા લડાયક રહ્યા છે. તેમની ટીમમાં અનેક મોટા સ્ટાર બેટ્‌સમેનો પણ રહ્યા છે. મોટા મોટા અપસેટ સર્જવા માટે ટીમ જાણીતી રહી છે. દક્ષિણ આફ્રિકા સામે હાલમાં ટ્‌વેન્ટી મેચોમાં જારદાર દેખાવ ટીમ ઇÂન્ડયાએ કર્યો હતો. વર્તમાન શ્રેણીમાં ભારત પાસે કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને અજમાવવાનો સમય છે. યુજવેન્દ્ર ચહલ ફરી એકવાર ટીમમાં પરત ફર્યો છે. ભારત પાસે બેટિંગમાં મજબૂત તાકાત દેખાઈ રહી છે.ભારત પાસે રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન અને કેએલ રાહુલ પણ છવાઇ જવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેની ક્ષમતા મુજબ દેખાવ કરવા માટે આશાવાદી છે. મેચનુ પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે. બાંગ્લાદેશની ટીમ પણ નબળી દેખાઈ રહી છે. કારણ કે ટીમમાં શાકીબ અલ હસન, તામિમ ઇકબાલની ગેરહાજરી છે. આ ઉપરાંત મશરફી મુર્તઝા પણ ટૂંકી ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ ચુક્યો છે. મોહમ્મદ સૈફુદ્દીન ઇજાના કારણે ઉપલબ્ધ નથી. ટીમમાં અરાફાત સમી અને અલ અમીન હુસૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ટી-૨૦ મેચમાં ત્રણ વર્ષ અગાઉ રમ્યા હતા. શાકીબ ઉપર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશની ટીમમાં જે આશાસ્પદ ખેલાડીઓ દેખાઈ રહ્યા છે તેમાં મહેમુદુલ્લા, રહીમ અને રહેમાનનો સમાવેશ થાય છે.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિવમ દુબે, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ
બાંગ્લાદેશ : લિન્ટન દાસ, સૌમૈયા સરકાર, મોહમ્મદ નઇમ, મોહમ્મદ મિથુન, મુશફકીર રહીમ, મહેમુદુલ્લા (કેપ્ટન), હુસૈન, આફીક હુસૈન, અરાફાત સમી, એમ રહેમાન, અલ અમીન હુસૈન, અબુ હૈદર, તેજુલ ઇસ્લામ.


READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN