ભારત-બાંગ્લાદેશે બીજા દિવસે પણ પરસેવો પાડયો

Indian News

Indian News

Author 2019-11-06 13:51:00

img

આવતીકાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મુકાબલો રમાનાર છે તે પહેલાં છેવટ સુધીની મહેનત કરી લેવા બન્ને ટીમોએ આજે પણ સ્ટેડિયમ ઉપર પરસેવો પાડયો હતો. આજે સવારે બાંગ્લાદેશે સ્ટેડિયન અને નેટ પ્રેિક્ટસ કરી હતી તો ટીમ ઈન્ડિયાએ બપોરે પ્રેિક્ટસ કરી હતી. ભારતે પ્રથમ દિવસની પ્રેિક્ટસમાં બેટિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું જ્યારે બીજા દિવસે કેચિંગ, ફિલ્ડિંગ અને બોલિંગને ધારદાર બનાવી હતી. જો કે બાંગ્લાદેશે પ્રથમ દિવસની જેમ જ બીજા દિવસે પણ 'ફુલપેકેજ' પ્રેિક્ટસ કરી જીત માટે તૈયારી કરી લીધી હતી.

પ્રથમ દિવસની પ્રેિક્ટસમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ ઉપર વધુ ભાર આપ્યો હતો કેમ કે પ્રથમ ટી-20માં ભારતની બેટિંગ પ્રમાણમાં ઘણી નબળી રહેવા પામી હતી.

ભલે ભારતે બેટિંગ માટે કપરી ગણાતી દિલ્હીની પીચ ઉપર 148 રન બનાવ્યા હતા પરંતુ ભારતની બેટિંગ લાઈન અપ અને બેટસમેનોની શૈલી જોતાં આ સ્કોર ઘણો આેછો હોય તેવી ભૂલ આ મેચમાં ન થાય તે માટે પ્રથમ દિવસે લગભગ તમામ ખેલાડીઆેએ બેટિંગ કરી હતી. જ્યારે આજે બોલિંગ, ફિલ્ડિંગ અને કેચિંગ પ્રેિક્ટસ કરી આવતીકાલનો મેચ જીતવાના ઈરાદા વ્યક્ત કરી દીધા હતા.
બીજી બાજુ બાંગ્લાદેશની ટીમે પ્રથમ મેચ જીતી લીધી હોય આવતીકાલની મેચ પણ જીતી લેવા માટે સતત બીજા દિવસે ફુલપેકેજ મતલબ કે તમામ પ્રકારની પ્રેિક્ટસ કરી પરસેવો પાડયો હતો. સવારે 10 વાગ્યે ટીમ સ્ટેડિયમ પહાેંચી ગઈ હતી અને જીમસેશનમાં પરસેવો પાડયા બાદ ખેલાડીઆે ગ્રાઉન્ડમાં ઉતર્યા હતા અને પોતાની રમતને વધુ ધારદાર બનાવવા પ્રેિક્ટસ કરી હતી. આ દરમિયાન કોચ સહિતનાએ ખેલાડીઆેને મહત્ત્વની ટીપ્સ પણ આપી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD