ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકિટની કિંમત ૫૦ રૂપિયા
બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસ પર આવવાની છે એવામાં વધુથી વધુ લોકોને મેચ જોવા બોલાવી શકાય. તેના માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે સોમવારે સૌથી ઓછી કિંમત વાળી ટીકીટના રેટ ૫૦ રૂપિયા રાખી દીધી છે. બાંગ્લાદેશની ટીમ આ દરમિયાન ૩ ટી-૨૦ અને બે ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી રહી છે.
બંને ટીમોની વચ્ચે બીજી ટેસ્ટ ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બરના વચ્ચે રમાશે. આ મેચ ઈડન ગાર્ડનના મેદાન પર રમાશે. સીએબીના સચિવ અવિષેક દાલમિયાએ જણાવ્યું છે કે, 'ઈડન ગાર્ડન્સમાં ટીકીટોની કિંમત ૨૦૦, ૧૫૦, ૧૦૦ અને ૫૦ રૂપિયા રાખવામાં આવી છે.
તેમને જણાવ્યું છે કે, 'અમે ઈચ્છતા હતા કે, વધુથી વધુ લોકો મેચ જોવા આવે, એટલા માટે એમ આવું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત પ્રાપ્ત કરી લીધી છે. રમતના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાને જીત માટે માત્ર ૨ વિકેટની જરૂરત હતી અને ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકી ઇનિંગને ઓલ આઉટ કરવામાં વધુ સમય લાગ્યો નહોતો. ટીમ ઇન્ડિયાએ માત્ર ૧૨ બોલમાં સાઉથ આફ્રિકા ટીમની ઇનિંગની બાકી રહેલી ૨ વિકેટ પ્રાપ્ત કરી લીધી હતી. શાહબાઝ નદીમે દિવસની પોતાની પ્રથમ ઓવરની પાંચમી બોલ પર ડી બ્રુઈને રિદ્ધીમાં સાહાના હાથે કેચ આઉટ કરાવ્યા અને ત્યાર બાદ તેમને લુંગી એનગીડીને પોતાની જ બોલ પર કેચ પકડી સાઉથ આફ્રિકા ટીમને ઓલ આઉટ કરી દીધી હતી. સાઉથ આફ્રિકાના ઇનિંગ ૧૩૩ રન પર સમાપ્ત થઈ અને ભારત ઇનિંગ અને ૨૦૨ રનથી આ મેચ જીત્યું હતું.