ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકિટ કિમંત માત્ર 50 રૂપિયા

વેબદુનિયા

વેબદુનિયા

Author 2019-11-03 13:40:43

img

દર્શકોને વધુથી વધુ સંખ્યામં સ્ટેડિયમ સુધી લાવવા માટે બંગાલ ક્રિકેટ સંઘ(સીએબી)એ આગામી મહિને ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ઈડન ગાર્ડન્સમાં થનારી બીજી ટેસ્ટ મેચના ટિકિટોનુ ન્યૂનતમ મૂલ્ય 50 રૂપિયા રાખવામાં આવ્યુ છે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 22થી 26 નવેમ્બર સુધી ઐતિહાસિક ઈડન ગાર્ડંસમાં બીજી ટેસ્ટ મેચ રમશે.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચો રમવા ભારત આવી રહી છે. ત્યારે CABએ વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ સુધી પહોંચે તેને ધ્યાનમાં લઇને મોંઘામાં મોંઘી ટિકીટનો દર માત્ર 50 રૂપિયા કરી દીધો છે.

બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી રમાશે, જે પશ્ચિમ બંગાળના ઇડન ગાર્ડન સ્ટેડિયમ-કોલકત્તામાં રમાવવાની છે. આ અંગે સીએબીના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે ઇડન ગાર્ડનમાં ટિકીટોની કિંમત 200, 150, 100 અને 50 રૂપિયા રાખવામાં આવી છે. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે, આ માટે અમે આવુ કર્યુ છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD