ભારત સામે જીતનો સ્વાદ ચાખતું બાંગ્લાદેશ

Indian News

Indian News

Author 2019-11-04 13:14:00

img

ભારત-બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણીના પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશે સાત વિકેટે જીત મેળવી છે સાથે સાથે ભારતને પ્રથમ વખત ટી-20માં હરાવ્યું છે. આ મેચમાં કૃણાલ પંડયાએ મુશ્ફીકુર રહીમનો છોડેલો કેચ ટનિ¯ગ પોઈન્ટ બન્યાે હતો. 37 રને રમી રહેલા મુશ્ફીકુરનો કેચ છોડયા બાદ તેણે અણનમ 60 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
આ મેચમાં બાંગ્લાદેશી ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આવામાં પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 20 આેવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશની ટીમે મુશ્ફીકુર રહીમના અણનમ 60 રનની મદદથી 19.3 આેવરમાં આ લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો.
મેચની બીજી ઈનિંગમાં ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહરે પોતાની ટીમને ઝડપથી સફળતા અપાવી હતી.

તેણે બાંગ્લાદેશના આેપનર લિટન દાસને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. મહેમાન ટીમે પહેલી વિકેટ આઠ રને જ ગુમાવી દીધી હતી. આ પછી ચહલની બોલિંગમાં બાંગ્લાદેશને બીજો ઝટકો મોહમ્મદ નઈમના રૂપમાં લાગ્યો હતો. જ્યારે ત્રીજી વિકેટ સૌમ્ય સરકારની પડી હતી જે 39 રન બનાવી ખલીલ અહેમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

આ પહેલાં ભારતીય ઈનિંગમાં રોહિત શમાર્એ નવ, લોકેશ રાહુલ 15 અને શ્રેયસ અèયર 22 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ધવને 41, શિવમ દુબેએ 1, રિષભ પંતે 27 રન બનાવ્યા હતા. આ પછી વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડયાએ અંતિમ આેવરોમાં ઝડપથી રન બનાવીને સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહાેંચાડયો હતો. સુંદરે 2 છગ્ગાની મદદથી પાંચ બોલમાં 14 રન બનાવ્યા હતા જ્યારે પાંડયાએ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 8 બોલમાં 15 રનની ઈનિંગ રમી હતી. આ પછી ભારતે 20 આેવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD