મારી આસપાસ બધા મેચ ફિક્સર જ હતા : શોએબ અખ્તર

Indian News

Indian News

Author 2019-11-03 12:16:04

img

એજન્સી, નવી દિલ્હી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર અને વિવાદમાં રહેવા માટે જાણીતા શોએબ અખ્તરે ધડાકો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે હું 21 ખેલાડી સામે રમતો હતો જેમાં 11 હરીફ ટીમના હતા અને 10 અમારી ટીમના હતા. આમ શોએબે પોતાના સાથી ક્રિકેટરો સામે ફરીથી મેચ ફિક્સિંગનો આક્ષેપ કર્યો છે.

2011માં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડી ઝડપાયા હતા. મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટ્ટને આ માટે સજા પણ થઈ હતી. તેમની કારકિર્દી લગભગ રોળાઈ ગઈ હતી. એક ટીવી શોમાં શોએબ અખ્તરે જણાવ્યું હતું કે હું હંમેશાં એમ માનતો આવ્યો છું કે હું પાકિસ્તાન સાથે ક્યારેય છેતરપિંડી કરીશ નહીં.

ક્યારેય મેચ ફિક્સિંગ કરીશ નહીં પરંતુ મારી આસપાસ બધા ફિક્સર જ હતા.

હું 21 ખેલાડીઓનો સામનો કરી રહ્યો હતો જેમાં હરીફ ટીમના 11 ઉપરાંત મારી ટીમના જ દસ ખેલાડી મારા હરીફ હતા. કોણ મેચ ફિક્સર છે તે જ ખબર પડતી ન હતી. મેચ ફિક્સિંગ એટલી હદે હતું કે મોહમ્મદ આસિફે કઈ કઈ મેચ ફિક્સ કરી છે તે મને કહ્યું હતું. તેણે મને એ મેચો કેવી રીતે ફિક્સ કરી છે તે પણ કહ્યું હતું.

મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ દરમિયાન મેચ ફિક્સિંગ કાંડમાં સંડોવાયા ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં આસિફ અને આમિરને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પોતાની જ પ્રતિભાને વેડફી રહ્યા હતા. મેં ફિક્સિંગ વિશે સાંભળ્યું ત્યારે અપસેટ થઈ ગયો હતો. એટલી હદે ગુસ્સો હતો કે મેં દીવાલ પર મુક્કો માર્યો હતો તેમ શોએબ અખ્તરે ઉમેર્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના બે મોખરાના બોલર, બે સ્માર્ટ અને ચતુર બોલર વેડફાઈ ગયા છે. તેમણે થોડા ઘણા રૂપિયા માટે પોતાની જાતને વેચી દીધી હતી. આ ત્રણ ખેલાડીને આઇસીસીએ સસ્પેન્ડ કર્યા હતા અને તેમાંથી માત્ર મોહમ્મદ આમિરે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળ પુનરાગમન કર્યું છે. મોહમ્મદ આમિરે 2017માં પાકિસ્તાનને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં પણ યોગદાન આપ્યું હતું. તે આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD