મૌકા... ભારત અને બાંગ્લાદેશ; બન્ને માટે

Indian News

Indian News

Author 2019-11-07 16:06:07

img

રાજકોટ: ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર વન છે. વનડેમાં તે વિશ્ર્વ ચેમ્પીયન ઈંગ્લેન્ડથી બીજા ક્રમે છે પણ ટી20માં ટીમ ઈન્ડિયા આઈસીસી રેન્કીંગમાં નંબર પાંચ પર છે તથા આગામી વર્ષે ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. તે પુર્વે અમારે ટીમ ઈન્ડિયાને નંબર વન બનાવવાની છે અને રાજકોટનો બાંગ્લાદેશ સામે આજે રમાનારો ટી20 મેચ ફકત શ્રેણી જ નહી ટીમ ઈન્ડિયાના લાંબાગાળાના આયોજન માટે પણ મહત્વનો છે.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. મેદાનમાં આજે સાંજે 7ના ટકોરે થનારા આ ટી20 જંગ માટે છેલ્લા બે દિવસમાં ભરપુર નેટપ્રેકટીસ બાદ બન્ને ટીમો સમાન જુસ્સાથી અને કદાચ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તેના બાંગ્લાદેશ જેવા પ્રતિસ્પર્ધીથી વધુ બનીને મેદાનમાં ઉતરશે. ત્રણ ટી20ની આ શ્રેણીમાં બાંગ્લાદેશે દિલ્હીમાં જબરા અપસેટ પણ અત્યંત ઠંડે કલેજે પ્રથમ ટી20 જીતીને ટીમ ઈન્ડિયાને જે આંચકો આપ્યો છે તે ગઈકાલે રોહિતના સ્વરમાં સંભળાતો હતો.
વિરાટ કોહલી અને મહેન્દ્રસિંઘ ધોની જેવા બે સુપર સિનિયર્સની ગેરહાજરી વચ્ચે રોહિત માટે હવે વિજય એ તેની જ વ્યક્તિગત સફળતા નિષ્ફળતા બની જશે. કદાચ લાંબા સમય પછી ટી20માં ટીમ ઈન્ડિયાનું ફોર્મેટ શ્રેષ્ઠ રહ્યું નથી. વધુ પડતા પ્રયોગો કે ટી20 વર્લ્ડકપ પુર્વે એક વૈકલ્પિક ટીમ તૈયાર કરવાની વ્યુહરચના અને હાલની શ્રેણી કંઈક મીકસઅપ થઈ છે તે પ્રથમ ટી20થી જ નિશ્ર્ચિત થયુંછે. ભારતે નવે. 2018થી અત્યાર સુધીમાં પાંચ ટી20 શ્રેણી જેમાં ફકત બે જ જીતી શકયુ છે અને તે બન્ને વેસ્ટઈન્ડીઝ સામે જીતી છે જે ટી20માં છેક 10માં ક્રમે છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પરાજીત થઈ છે અને દ.આફ્રિકા સામે ટી-20 શ્રેણી ડ્રો થઈ છે. ક્રિકેટ વિવેચકો કહે છે કે બેંચ સ્ટ્રેન્થ મજબૂત બનાવવામાં વર્તમાન ટીમનું કોમ્બીનેશન ખોરવાયુ છે. ટીમમાં ફકત વિરાટ કે ધોની જ નહી જસપ્રીત બુમરાહ અને હાર્દીક પંડયાની ખોટ પણ સાલે છે. ભારતે આ વર્ષે ચાર નવોદીતોને ટી20 ટીમમાં સમાવાયા હતા. જેમાં જયદીપ સૈની, મયંક માર્કેન્ડે, રાહુલ ચહર અને શિવમ દુબેનો સમાવેશ થાય છે. માર્કન્ડેને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યા બાદ બીજી તક મળી નથી. ચહર વેસ્ટઈન્ડીઝ સામે ટીમમાં આવ્યો અને હાલની સ્કવોડમાં છે. દુબેને દિલ્હી ટી20માં સમાવાયો છે.
નવદીપ સૈની ઈજાના કારણે ટીમમાં નથી.
બાંગ્લાદેશ સામેના પ્રથમ ટી20માં બિનઅનુભવી બોલર્સનો લાભ બાંગ્લાદેશના સીઝન્સ ખેલાડી રહીમ અને સૌમ્ય સરકારે ઉઠાવ્યો હતો. ખલીએ 19મી ઓવરમાં 18 રન આપ્યા હતા. જેના કારણે બાંગ્લાદેશનું કામ આસાન થઈ ગયું પણ ફકત બોલીંગ જ નહી બેટીંગમાં પણ પાવર પ્લેમાં ફકત 35 રન આપ્યા. જો કે રાજકોટ અને પીચ વચ્ચે ફર્ક છે. દિલ્હીની પીચ વધુ સોફટ હતી. તેની શોટ આસાન ન હતા અને તેની સાવધાનીમાંજ વિકેટ ગુમાવી પણ પાછળથી ટીમ મોમેન્ટમ પકડી ન શકી.
સૌના માટે એક જ જવાબ છે. રોહિતે 'રો-હિટ' બનવું પડશે. તે કેટલા રેકોર્ડ તોડે છે તેનું મહત્વ ઓછું છે અને ખુદ રોહિત કહે છે કે હું નિવૃત થયા બાદ રેકોર્ડ જોઈશ.
બાંગ્લાદેશની ટીમની સ્થિતિ તો કદાચ ભારતમાં આટલી સંગીન કદી ન હતી.
ટીમ ઈન્ડિયાની તમામ નબળાઈને તેણે ખુદની ખૂબી બનાવીને પ્રથમ ટી20 જીતી લીધો છે. તેના પાસે કદી ન હતી તેવી તક છે. આ ટીમ પણ તેના બે ટોચના ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે રમે છે. ઈતિહાસ તપાસો તો આ ટીમ માટે ભારત સામે ચીયર્સ કરવા જેવું ઘણું છે. 2007નો વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા કદી ભુલી શકે નહી.
બેટીંગમાં મુશ્ફીકર રહીમ, મહમુદુલ્લાહ બન્ને સીનીયર બની શકે છે. રાજકોટની વિકેટ બેટીંગ પેરેડાઈઝ છે તે ફેકટર તેની તરફેણમાં છે.
બાંગ્લાદેશે 2015માં ટીમ ઈન્ડિયા સામે 2-1થી વનડે શ્રેણી જીતી જ છે. તે સમયે તેણે પ્રથમ બન્ને વન-ડે જીત્યા હતા. શું રાજકોટની ધરતી પર ઈતિહાસનું પુનરાવર્તન થશે?

રાજકોટનું હવામાન સ્વચ્છ: મેચમાં વરસાદની શકયતા નહીવત
મેદાનની ડ્રેનેજ સીસ્ટમ પણ સારી છે
આજે રાજકોટમાં રમાનારા ટી20 જંગ પર મહાની સાઈડ ઈફેકટની શકયતા નહીવત છે. વાવાઝોડુ તો નબળુ પડી ગયુ છે અને રાજકોટમાં હવામાન સ્વચ્છ છે તો એકયુ વેધરના જણાવ્યા મુજબ બપોરે 2 વાગ્યે અને સાંજે છ વાગ્યે છુટોછવાયો વરસાદ થઈ શકે છે પણ એસસીએના સ્ટેડીયમની ડ્રેનેજ સીસ્ટમ સારી છે અને હળવા વરસાદથી મેચના રમાવા પર ભાગ્યે જ કોઈ અસર થશે તથા અહીના ગ્રાઉન્ડ સ્ટાફને પણ કોઈપણ સ્થિતિ માટે સ્ટેન્ડ ટુ રખાઈ છે.

ટીમ (ભારત) (સંભવિત)
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકી), કુણાલ પંડયા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, દીપક ચહર, કે.ખલીલ અહેમદ.

બાંગ્લાદેશ ટીમ (સંભવિત)
લીટોન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, મુશ્ફીકર રહીમ (વિ.કીપર), મહમદુલ્લાહ (કેપ્ટન), આરીફ હોસેઈન, એમ. હૌસઈન, વમીનુલ ઈસ્લામ, શફીઉલ ઈસ્લામ, મુશ્ફીઝુર રહેમાન, અલ અમીન હોસૈઈન.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD