યુવરાજ અને કેવિટ પીટરસન Twitter પર ટકરાયા! જાણો શું છે કારણ

News18

News18

Author 2019-10-08 12:54:06

img

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા (Team India)ને 2011ના આઈસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2011) જીતાડનારા યુવરાજ સિંહ (Yuvraj Singh) અને ઈંગ્લેન્ડ (England)ના વિસ્ફોટક બેટ્સમેનમાં સામેલ રહેલા કેવિન પીટરસન (Kevin Pieterson) બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થઈ ચૂક્યા છે. યુવરાજ જ્યાં ટી-20 લીગમાં ધ્યાન આપી રહ્યો છે, બીજી તરફ પીટરસન કોમેન્ટ્રીની ફીલ્ડમાં હાથ અજમાવી રહ્યો છે. બંને ખેલાડી સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા સક્રિય રહે છે. ફરી એકવાર આ બંને ટ્વિટર પર સામ-સામે આવી ગયા. મૂળે, આ ઘટના ઈંગ્લિશ પ્રીમિયર લીગ (English Premier League) સાથે જોડાયેલી છે, જેમાં બંને ખેલાડી અલગ-અલગ ટીમોને પસંદ કરે છે.

ફુટબોલની સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત લીગ ઈંગ્લિશ પ્રીમિયર લીગ (English Premier League)માં હાલમાં માનચેસ્ટર યૂનાઇટેડ (Manchester United)ને ન્યૂકાસલ (Newcastle)ની વિરુદ્ધ થયેલા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ન્યૂકાસલે 1-0થી જોરદાર જીત નોંધાવી. આ મેચ બાદ માનચેસ્ટર યૂનાઇટેડ રેલીગેશન ઝોનમાં પહોંચવાથી પહેલા બે જ પોઇન્ટ ઉપર છે. ત્યાં સુધી કે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં હાલમાં ચર્ચાનો સૌથી મોટો મુદ્દો આ જ છે કે માનચેસ્ટરનું પ્રદર્શન આટલું ખરાબ કેવી રીતે થઈ ગયું. આ ટીમના પ્રદર્શન વિશે હવે યુવરાજ સિંહ અને કેવિન પીટરસન પણ સામ-સામે આવી ગયા છે.

મૂળે, ઓલ્ડ ટ્રેફર્ડની ટીમ માનચેસ્ટર યૂનાઇટેડે રેકોર્ડ 20 ટાઇટલ જીત્યા છે અને હાલ પોઇન્ટ ટેબલમાં 12મા સ્થાને છે. આ સીઝનમાં તેણે પોતાની શરૂઆતની આઠમાંથી બે જ મેચ જીતી છે, જ્યારે ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ યુવરાજે ટીમનો ઉત્સાહ વધારવા માટે ટ્વિટ કર્યુ કે મુશ્કેલ સમય હંમેશા નથી રહેતો, પરંતુ મુશ્કેલ સામે લડનારા હંમેશા કાયમ રહે છે. તેની પર કટાક્ષ કરતાં કેવિન પીટરસને ટ્વિટ કર્યુ કે માનચેસ્ટર યૂનાઇટેડમાં કોઈ પણ મજબૂત ખેલાડી નથી.

યુવરાજ સિંહે પોતાના ટ્વિટમાં માનચેસ્ટર યૂનાઇટેડને ટૅગ કર્યુ છે તો બીજી તરફ, પીટરસને માનચેસ્ટર યૂનાઇટેડન અને માનચેસ્ટર સિટીને સીધો જવાબ આપ્યો છે. જોકે, માનચેસ્ટર યૂનાઇટેડની જેમ માનચેસ્ટર સિટીનું પ્રદર્શન એટલું ખરાબ નથી રહ્યું. પરંતુ ટીમને પોતાની પાછલી મેચમાં વૉલવરહૈંપટન વાંર્ડર્સની સામે હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો,

આ અભિનેત્રી સાથે ડિનર ડેટ પર ગયો કેએલ રાહુલ, પરંતુ થોડા સમયમાં...

લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી, કહ્યું - જલ્દી વાપસી કરીશ

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD