રાંચી ટેસ્ટમાં ભારતને હરાવવું મુશ્કેલ ડુપ્લેસીસ

Indian News

Indian News

Author 2019-10-18 14:32:11

img

દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એફ ડુપ્લેસીસે કબુલ કર્યુ છે કે ભારતને તેની જ ધરતી પર પરાજીત કરવું ઘણું મુશ્કેલ છે. હાલ રાંચીમાં ત્રીજો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા પહોંચેલી પ્રવાસી ટીમના કેપ્ટને કહ્યું કે હાલ ભારત એ ક્રિકેટ વિશ્ર્વની સૌથી મજબૂત ટીમ છે તે દરેક ક્ષેત્રમાં બહેતર પ્રદર્શન કરે છે અને તેના બેટસમેનો નાના સ્કોરને મોટા જુમલામાં ફેરવી શકે છે. ટીમ ઈન્ડીયા ત્રણેય ફોર્મેટમાં બેલેન્સ ધરાવે છે.
દ.આફ્રિકન ટીમના કેપ્ટને ઉમેર્યુ કે વિરાટ કોહલી, રોહીત શર્મા અને હવે મયંક અગ્રવાલ કમાલની રમત રમે છે. રવિન્દ્ર જાડેજા અને આર.અશ્ર્વિનની પણ પ્રસંશા કરતા કહ્યું કે આ બન્ને સાથે હોય તો રમવું પણ મુશ્કેલ બને છે.

આવતીકાલથી ત્રીજો ટેસ્ટમેચ શરૂ થાય છે અને દ.આફ્રિકાની ટીમને એડન માર્કરામની ઈજા સતાવે છે તથા તેના સ્થાને જુબૈર હમમને તક મળી શકે છે. તેણે પ્રેકટીસમાં ભાગ લીધો હતો.
રાંચીમાં સ્પીનર્સને ફાયદો મળે તેવી શકયતા છે. દડો સ્પીન અને રીવર્સ સ્વીંગ બન્ને થશે. પીચ હાર્ડ છે. દ.આફ્રિકન બોલર જો કે અત્યાર સુધી રીવર્સ સ્વીંગ કરાવવામાં નિષ્ફળ ગયા છે પણ મોહમ્મદ શામીએ તે કરી બતાવ્યું છે અને ફરી ટોસ જ મહત્વનો બની જશે.

હોટેલથી દ.આફ્રિકન ટીમ નારાજ

રાંચીમાં આખરી ટેસ્ટ મેચ રમવા પહોંચેલી દ.આફ્રિકન ટીમ અહી જે હોટેલમાં ઉતારો અપાયે છે તેનાથી નારાજ છે. અહીની હોટેલ લી-લીકમાં ટીમને ઉતારવામાં આવી છે. જે સ્ટેડિયમથી દૂર છે. ઉપરાંત હોટેલમાં એન્ટ્રી જ એટલી સાંકડી હતી કે ટીમને બહારથી જ બસમાંથી ઉતરી ચાલીને જવું પડયું. હોટેલમાં સ્વીમીંગ પુલ નથી તેથી સ્ટેડીયમના સ્વીમીંગ પુલ તો ટીમને જવું પડયું અને જીતની સુવિધા પણ કંગાળ હતી. વાસ્તમાં અહીની ફાઈવ સ્ટાર હોટેલ કોઈ સેમીનાર માટે લાંબા સમય પુર્વે બુક થઈ ગઈ હતી.


આરસીસીના મસાજ થેરીપીસ્ટ મહિલા હશે
આઈપીએલમાં રોયલ ચેલેન્જરની બેંગ્લોરની ટીમે તેના સપોર્ટ સ્ટાફમાં મહિલાનો સમાવેશ કરાયો છે. જેમાં નવનીતા ગૌતમ એ ટીમની મસાજ થેરાપીસ્ટ હશે. તે ફીઝીયા સહિતના સ્ટાફની સાથે કામ કરશે. નવનીતા ગૌતમ એક મશહુર ફિઝીયો, મસાજ થેરાપીસ્ટ છે અને તે હાઈપ્રોફાઈલ વર્તુળમાં જાણીતી છે.


જવાનોને 5000 ટિકીટ ફ્રી
રાંચી ટેસ્ટમાં ભારતીય સેના અને સીઆરપીએફના જવાનોને 5000 ટિકીટ ફ્રી અપાઈ છે.
ઝારખંડ ક્રિકેટ એસો. દ્વારા આ માટે સેના તથા સીઆરપીએફના અધિકારીઓ સાથે વાત કરી તેઓને પૂર્ણ દિવસ રોજ અલગ અલગ જવાનો તથા એનસીસી કેડેટ મેચ જોવા આવી શકશે. ઉપરાંત અહી શાળાના બાળકોને પણ આ રીતે ફ્રી ટિકીટ અપાઈ છે. અગાઉ પુલવામા હુમલા બાદના મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ સભ્યોએ આર્મી કેપ પહેરીને જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN