રાજકોટ T20 પહેલા મહંમદુલ્લાહએ કહ્યું- જો અમે મેચ જીત્યા તો...

Indian News

Indian News

Author 2019-11-07 15:01:00

img

પહેલી T-20 મેચમાં હારી ગયા પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધની બીજી મેચ આજે રાજકોટમાં રમાવાની છે. મેચ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન રિયાદ મહંમદુલ્લાહે કહ્યું કે, મેં સીરિઝની પ્રથમ મેચમાં પણ કહ્યું હતું કે અમારી પાસે ગુમાવવા માટે કઈ નથી. અમે એક ટીમ તરીકે જાણીએ છીએ કે અમારી પાસે સીરિઝ જીતવાની સારી તક છે. અમે મેચ માટે બહુ પોઝિટિવ છીએ. ટીમ ઊર્જાથી ભરપૂર છે. અમે પ્લેઇંગ 11માં ફેરફાર કરવા માંગતા નથી અને લગભગ વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખીશું.

મોટી તક છેઃ

તેણે કહ્યું, પહેલી મેચ જીત્યા પછી અમારી પાસે સીરિઝ જીતવાની સારી તક છે. અમને આશા છે કે અમે સારો દેખાવ કરીશું.

મને લાગે છે કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા જુદી છે અને અહિયાં 170-180 રનનો સ્કોર જોવા મળી શકે છે.

ભારતીય બોલિંગ એટેકમાં વિવિધતાઃ

તે કહે છે, ભારતીય બોલિંગ એટેકમાં વિવિધતા છે, પિચ જોઈને ટોસનો નિર્ણય કરીશું. ભારતીય ટીમમાં સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સનું સારું મિશ્રણ છે. અમારે મેચની શરુઆતથી તેમના પર હાવી થવું પડશે તો જ અમે મુકાબલો જીતી શકીશું. અમે પ્લેઇંગ 11 ટોસ પહેલા પિચ જોઈને નક્કી કરીશું. તેમજ તે રીતે રન ચેઝ કરવા કે ડિફેન્ડ તેનો નિર્ણય લેવામાં આવશે.

ટીમ ઈન્ડિયાને હરાવવું મોટી ઉપલબ્ધિઃ

બાંગ્લાદેશનો કેપ્ટન કહે છે ટીમ ઈન્ડિયા મોટી ટીમ છે. તેમણે પાછલા 11-12 વર્ષોમાં સાબિત કર્યું છે કે તેઓ કેટલા મજબૂત છે. જો અમે આ મેચ જીતીશું તો અમારા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે. અમે પહેલી મેચ જીત્યા પછી આરામથી બેઠા નથી. ભારતમાં પહેલીવાર બાઇલેટરલ સીરિઝ રમવી અને તેને જીતવી અમારા માટે મોટી ઉપલબ્ધી બની રહેશે. અમે સારા અભિગમ સાથે રમીશું, તે હાર અને જીત કરતાં વધુ મહત્ત્વનું છે. ભારતને તેના ઘરઆંગણે હરાવવું બહુ મોટી વાત છે.

હું કેપ્ટન છું પરંતુ મેદાનમાં બધા સમાનઃ

પાછલી મેચ જીત્યા પછી અમને ડિફેન્ડ કરવા કરતા ચેઝ કરવું વધુ ગમશે. જો પિચ સૂકી હોય અથવા ડબલ પેસ હોય તો અમે પ્રથમ બેટિંગ કરી શકીએ છીએ. ટીમમાં કોઈ નાનું મોટું નથી. હું કેપ્ટન છું પરંતુ મેદાનમાં બધા સમાન છે. ઓફ ધ ફિલ્ડ (શાકિબ અલ હસનની બાદબાકી) જે પણ થાય છે તેના પર અમારું ધ્યાન નથી. અમારે એમપણ બીજા પ્રકારના પ્રેસરનો સામનો કરવાનો હોય છે. બહાર શું ચાલી રહ્યું છે તેના પર ટીમ ધ્યાન આપતી નથી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN