રામ નગરી અયોધ્યામાં 21000 લીટર તેલથી 5,51,000 દીવા પ્રગટાવાશે

Khabarchhe

Khabarchhe

Author 2019-10-26 15:58:59

img

ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે જ 226 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. કાર્યક્રમમાં પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ફિજી ગણરાજ્યના ઉપસભાપતિ અને સાંસદ વીણા ભટનાગર ઉપરાંત પ્રદેશના તમામ મંત્રીઓ હાજર રહેશે.

આ વખતે યુપી સરકાર વિશ્વ રૅકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી છે. આજે સમગ્ર રામનગરીમાં 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. જેમાંથી 3 લાખ 21 હજાર દીવા તો રામ કી પૈડી પર પ્રગટાવવામાં આવશે. દીપોત્સવમાં દીવાને પ્રગટાવવા માટે 21000 લીટર સરસવનું તેલ વપરાશે અને દરેક દીવામાં 40 વાર તેલ પૂરવામાં આવશે.

img

આ તેલને ફેઝાબાદ તથા આસપાસના જિલ્લાઓમાંથી ભેગુ કરવામાં આવ્યું છે. સરયુ નદી સ્થિત આવેલા રામ કે પૈડી પર દિવાળીના અવસરે 3 લાખ 21 હજાર દીવા પ્રગટાવીને વર્લ્ડ રૅકોર્ડ બનાવવામાં આવશે. આ માટે અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.

ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડના કન્સલ્ટન્ટ નિશ્ચલે જણાવ્યું કે, તમામ દીવાને એક ખાસ પેટર્નમાં રાખવામાં આવ્યાં છે. જેથી કરીને ગણતરી સમયે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે જણાવ્યું કે વર્લ્ડ રૅકોર્ડ બનાવવા માટે તમામ દીવા 5 મિનિટ સુધી પ્રગટવા જરૂરી છે. તમામ દીવા પ્રગટ્યા પછી જ વર્લ્ડ રૅકોર્ડ શક્ય બનશે.

અયોધ્યામાં રામ કી પૈડીને શણગાર્યા પછી અવધ વિશ્વવિદ્યાલયના 6000 વોલિયેન્ટર્સે રામ કી પૈડી પર દીવા મૂકવાનું કામ કર્યું. આજે 5,51,000 દીવાઓમાં તેલ અને દીવેટ અવધ વિશ્વવિદ્યાલયના વોલિયન્ટરો દ્વારા ભરવાનું કામ થશે. અવધ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાનો જ રૅકોર્ડ તોડવામાં લાગ્યા છે. ગત વર્ષે 3 લાખ 1 હજાર 152 દીવાઓ પ્રગટાવીને તેમણે વિક્રમ સ્થાપ્યો હતો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN