રિષભ પંતને લઈને રોહિત શર્મા બોલ્યો- એકલો છોડી દો તેને!

Indian News

Indian News

Author 2019-11-10 01:11:00

img

રાજકોટમાં રમાયેલી બીજી T-20 મેચમાં એકતરફી જીત પછી ભારતીય ક્રિક્રેટ ટીમ રવિવારે વિદર્ભમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. જો તે છેલ્લી મેચ જીતી લેશે તો સીરિઝ પોતાના નામે કરી લેશે.

બાંગ્લાદેશે સીરિઝની પહેલી મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પણ રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં ભારતે બાજી મારી લીધી હતી. ભારતે બીજી મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી પરાજય આપ્યો હતો. સાથે જ સીરિઝમાં 1-1ની સરસાઈ મેળવી લીધી હતી. પણ બીજી મેચમાં રિષભ પંતે ઘણાં છબરડા માર્યા હતાં. જેને કારણે તેની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.

પંતને લઈને પૂછવામાં આવેલા સવાલમાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, તેને એકલો છોડી દો.

મારા મતે તેમને માત્ર એ કરવાની સંમતિ આપવી જોઈએ જે તે મેદાન પર જઈને કરવા માંગે છે. મહેરબાની કરી તેમને પોતાની આંખો રિષભ પંતથી થોડા સમય માટે હટાવી લો.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, રિષભ પંત એક આક્રમક ખેલાડી છે. અમે તેને સંપૂર્ણ ફ્રીડમ આપી થે, અમને વિશ્વાસ છે કે, તે એક શ્રેષ્ઠ દિગ્ગજ ખેલાડી બનીને આગળ આવશે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે પણ રિષભને સલાહ આપી હતી. તેણે કહેલું, રિષભ એક પ્રતિભાશાળી યુવા ક્રિક્રેટર છે. આટલી જલદી તેના ઉપર આટલું બધું દબાણ બનાવવાની કોઈ જરૂર છે જ નહિ. એવી આશા રાખવી કે તે રોજ ધોની જેવું જ પ્રદર્શન કરશે, તે બરાબર નથી. રિષભને મારી સલાહ છે કે, ધોની પાસેથી જે પણ તમે શીખી શકો તે શીખી લો. પણ ધોની જેવું બનવાની કોશિશ ન કરો. એવી કોશિશ રાખો કે જેટલું બની શકે એટલો શ્રેષ્ઠ રિષભ પંત બને.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN