રોસ્ટન છ રનથી ચૂકયો સદી

Indian News

Indian News

Author 2019-11-07 15:06:47

img

મુંબઈ: લખનઉના ભારત રત્ન શ્રી અટલબિહારી વાજપેયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વન ડે મેચ રમાઈ હતી જેમાં સાત વિકેટે વિન્ડીઝે આસાન જીત મેળવીને 1-0ની લીડ લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ રોસ્ટન ચેઝને આપવામાં આવ્યો હતો. જે પોતાની સેન્ચુરી છ રનથી ચૂકી ગયો હતો.
બીજી ઈનીંગમાં 195 રનના લક્ષ્‍યને હાસીલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમને આ રન ચેઝ કરવામાં વધારે તકલીફ નહોતી પડી. જોકે 25 રન કરવામાં તેમણે પણ બે વિકેટ ગુમાવી દીધી હતી. પણ ત્રીજી વિકેટ માટે કરેલી 163 રનની ભાગીદારીએ તેમને આ મેચ સરળતાથી જીત સુધી પહોંચાડી દીધી હતી. ઓપનીંગ બેટસમેન શાહી હોપે નોટઆઉટ 77 રન બનાવ્યા હતા, જયારે રોસ્ટન ચેઝ 94 રન કરીને આઉટ થયો હતો અને સેન્ચુરી છ રનથી ચૂકી ગયો હતો.

વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો અને એ નિર્ણય લગભગ યોગ્ય સાબીત થયો હતો. અફઘાનિસ્તાનને પોતાની શરૂઆતની બે વિકેટ 15 રન કરવામાં જ ગુમાવી દીધી હતી. પણ ત્રીજી વિકેટ માટે રહેમત શાહ અને ઈકામ અલી ખીલ વચ્ચે 111 રનની ભાગીદારી થઈ હતી. બન્ને પ્લેયરોએ અનુક્રમે 61 અને 58 રન બનાવ્યા હતા. જો કે આ બન્ને પ્લેયરોના આઉટ થયા બાદ અફઘાનિસ્તાનની ટીમ વધારે સ્કોર નોંધાવી શકી ન હતી. અસઘર અફઘાને 35 રનની પારી રમી હતી. 45.2 ઓવરમાં માત્ર 194 રનમાં અફઘાનિસ્તાનની આખી ટીમ પેવિલીયન ભેગી થઈ હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD