રોહિતની નિષ્ફળતા વર્તમાન ટીમને પોષાય તેમ નથી

Indian News

Indian News

Author 2019-11-05 14:47:29

img

રાજકોટ:
બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડીયાએ રવિવારે રાત્રીના દિલ્હીમાં સહેલાઈથી જે રીતે મેચ ગુમાવી દીધો તેનાથી એ નિશ્ર્ચિત થયુ છે કે રોહિત શર્માના નેતૃત્વની ટીમમાં કેપ્ટન રોહિતની નિષ્ફળતા એ ટીમના ટોપ અને મીડલ ઓર્ડર પર દબાણ લાવી દે છે. રવિવારે દિલ્હીમાં રોહિત બાદ શિખર ધવને 42 દડામાં 41 રન ફટકાર્યા પણ બાદમાં ટીમ 6 વિકેટે 146 રન કરીને પેવેલીયનમાં પરત ફરી તો તેની સામે બાંગ્લાદેશની ટીમે મીડલમાંજ પાર્ટનરશીપ બનાવીને મેચ જીતી લીધો હતો. રોહિત શર્માને કદાચ ટીમ સ્વીકારવી પડી છે. વિરંટ કોહલી માટે આરામ જરૂરી હતો. હાર્દીક પંડયાને ઈજા સતાવી રહી છે તો એમ.એસ.ધોનીના સ્થાને ઋષભ પંતને લેવાથી જ તે ધોની બની જશે તે વિચારવું વધુ પડતું બની ગયુ છે.

બોલીંગમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્ર્વરકુમારની ગેરહાજરી પણ આખરી ઓવરમાં રન બચાવવામાં જણાઈ આવી હતી. વાસ્તવમાં આઈપીએલમાં પ્રથમ ઈનિંગ્સનો સરેરાશ સ્કોર 156 રનનો છે. ટીમ ઈન્ડીયાને તેથી જ વનડેની જેમ હવે તેના ત્રણ ટોપ ઓર્ડર રોહીત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી જરૂરી બની ગયા છે. હવે મીડલમાં કે.એલ.રાહુલ પર નજર છે. તેણે 29 ટી20 રમ્યા છે તે સ્કોર ઝડપી બનાવવાની ઉતાવળમાં આઉટ થયો. રોહિતે કહ્યું કે પ્રથમ બેટીંગ માટે 140-150નો સ્કોર ઓકે છે પણ જે રીતે બાંગ્લાદેશની ટીમના મીડલ ઓર્ડરે દેખાવ કર્યા પછી કદાચ 15-20 રન વધુ જરૂરી બની જાય છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD