રોહિતની વધુ એક સદી: રહાણે સાથે ભાગીદારીથી ભારત 3/205

Indian News

Indian News

Author 2019-10-19 20:11:33

img

રાંચી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહી પ્રારંભ થયેલા ત્રીજા અને નિર્ણાયક ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાએ ટોસ જીત્યા બાદ રોહીત શર્માની વધુ એક અણનમ સદી તથા અંજીકયા રાહણેના અણનમ 78 રનની મદદથી ટી સમયે 3 વિકેટે 205 રન બનાવી દીધા હતા અને બન્નેએ ચોથી વિકેટની ભાગીદારીમાં 166 રન ઉમેર્યા છે. ભારતે કુલદીપ યાદવને આરામ આપીને લોકલ ખેલાડી શાહબાઝ નદીમને ઈલેવનમાં સમાવ્યો હતો. જો કે ભારતે પ્રારંભીક 3 વિકેટ ઝડપથી ગુમાવી હતી. મયંક અગ્રવાલ 10, પુજારા શૂન્ય અને કોહલી 12 રન બનાવી આઉટ થયા હતા પણ એક છેડે રોહીત શર્માએ બાજી સંભાળી હતી અને અંજીકયા રાહણે સાથે દાવને સ્થિરતા આપી હતી. રોહિત શર્માએતેની ટેસ્ટ કેરીયરની છઠ્ઠી અને આ શ્રેણીની ત્રીજી સદી ફટકારી હતી.

તેણે ડેન પીટની ઓવરમાં છગ્ગો ફટકારીને તેનીસદી પુરી કરી હતી તો બીજી તરફ અંજીકયા રાહણેએ 71 દડામાં તેની અર્ધ સદી પુરી કરીને હાલ અણનમ છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD