રોહિત શર્માની ટેસ્ટમાં ઓપનર તરીકે પ્રથમ અડદી સદી

Indian News

Indian News

Author 2019-10-02 14:48:03

img

એજન્સી, નવી દિલ્હી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને મયંક અગ્રવાલે ભારતે મજબૂત શરૂઆત આપી છે. રોહિત શર્માએ ટેસ્ટમાં પણ ઓપનિંગ કરતા લંચ સમય સુધીમાં અડધી સદી ફટાકરીને ભારતનો સ્કોર 91 રન પર પહોંચાડી દીધો હતો. રોહિત અગાઉ વન-ડે અને ટી-20માં ભારતીય ટીમ માટે ઓપન કરી ચૂક્યો છે. ટેસ્ટ મેચમાં રોહિતને સૌપ્રથમ વખત ઓપનિંગમાં ઉતરવાની તક મળી હતી.

હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ વન-ડે અને ટી-20ના અંદાજમાં જ ટેસ્ટમાં પોતાનું ખાતું બાઉન્ડરીથી ખોલાવ્યું હતું. બીજી ઓવરના બીજા બોલ પર કાગિસો રબાડાને બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારીને રોહિતે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

અગાઉ મયંક અગ્રવાલે વર્નોન ફિલેન્ડરના બોલ પર ફોર મારીને પોતાનું તેમજ ભારતીય ટીમનું ખાતું ખોલાવ્યું હતું.

29મી ઓવરના અંતિમ બોલ પર રોહિતે બાઉન્ડ્રી ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ટેસ્ટ કારકિર્દીમાં રોહિતની 11મી અડધી સદી છે, જ્યારે ઓપનર તરીકે પ્રથમ છે. લંચ સુધીમાં રોહિતે 84 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી 52 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતના કંગાળ પ્રદર્શનને પગલે તેને પડતો મૂકવામાં આવ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં બંગાળના પ્લેયર રિદ્ધીમાન સાહાને તક આપવામાં આવી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN