રોહિત શર્મા અંગે કોહલીએ મીડિયાને આપી આ સલાહ

Indian News

Indian News

Author 2019-10-11 01:10:00

img

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા મીડિયા જોડે વાતચીત કરી. કોહલીએ ત્યાં ઓપનર રોહિત શર્માની બેટિંગની ઘણી પ્રશંસા કરી અને મીડિયાને કહ્યું કે રોહિત પર ધ્યાન ન આપો, તેને પોતાની ઓપનિંગ બેટિંગની મજા માણવા દો.

રોહિતને લઈને પૂછેલા સવાલ પર કોહલીએ કહ્યું, હવે રોહિતને જરા બક્ષો. તેણે ઘણું સારુ પ્રદર્શન કર્યું છે. તેને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની મજા માણવા દો. તેને ટેસ્ટ ક્રિકેટની મજા એ રીતે જ માણવા દો જે રીતે તે વનડેમાં માણે છે. ટેસ્ટમાં રોહિત શું કરાવનો છે, તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દો. તે હાલમાં સારી પોઝિશન પર છે. તે ઘણું સારું રમી રહ્યો છે.

કોહલીએ કહ્યું, તે પહેલી ટેસ્ટમાં ઘણો સહજ હતો.

જે સારી વાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને તેણે જે પણ અનુભવ હાંસલ કર્યો છે, તે આ મેચમાં જોવા મળ્યો. તે ટોપ ઓર્ડર પર રમીને સારું મહેસૂસ કરી રહ્યો છે. એક ટીમ તરીકે અમારા માટે આ બોનસ છે.

રોહિત શર્માની જબરદસ્ત ઓપનિંગ બેટિંગ અને બોલરોના ધમાકેદાર પ્રદર્શનના આધારે ભારતે પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને મોટા અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા સામેની વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં રોહિતે 176 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. 224 બોલની આ ઇનિંગમાં રોહિતે 23 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. તો ભારત તરફથી બીજી ઇનિંગમાં રોહિત શર્માએ 127 રનની ઇનિંગ રમી હતી.

કોહલીએ રોહિતની ઈનિંગ વિશે કહ્યું, જો તમે જોયું હશે તો તેમણે બીજી ઈનિંગમાં બેટિંગ કરી, તો તેની પાસે મેચના ટેમ્પોને આગળ લઈ જવાની ગજબની ક્ષમતા છે. તે જ કારણે બોલરોને કદાચ કલાક કે બે કલાક જેવો સમય મળી જાય છે, વિરોધી ટીમને આઉટ કરવા માટે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN