વગર પ્લાનીંગની ‘ગુનાહિત્તા’એ આફ્રિકાને ખતમ કર્યું !!!

Abtak Media

Abtak Media

Author 2019-10-23 15:57:54

ક્રિકેટ ઈઝ અ મેન્ટલ ગેમ. વિશ્વની અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટ સૌથી અલગ છે. કારણકે ક્રિકેટ શારીરિક રીતે તો પરંતુ સૌથી વધુ માનસિક રીતે રમાય છે ત્યારે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે ભારત આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો વ્હાઈટ વોસ થયો છે. આ તકે વિપક્ષી સુકાની ફાફ ડુ પ્લેસિસે જણાવતા કહ્યું હતું કે, ટીમ યોગ્ય પ્લાનીંગ ન કરવાના કારણે પરાસ્ત થઈ છે.

વધુમાં તેને જણાવતા કહ્યું હતું કે, પ્રથમ ટેસ્ટમાં આફ્રિકાએ સારી એવી ફાઈટબેક આપી હતી પરંતુ ભારતીય ટીમ દ્વારા જે કુશળ નેતૃત્વ કરી ટીમ પ્લાનીંગથી જે રીતે રમત રમી હતી તેનાથી દક્ષિણ આફ્રિકાની ટીમ બેકફુટ ઉપર આવી ગઈ હતી ત્યારબાદ તેવી એક પણ ક્ષણ ન હતી જેમાં ભારતે આફ્રિકાને સહેજ પણ ઉભો થવાનો મોકો આપ્યો હોય ત્યારબાદની બાકી રહેતી બે ટેસ્ટ મેચમાં જે રીતે ભારતીય ટીમે વિશાળ સ્કોર ઉભો કરી ટીમનું મનોબળ તોડી નાખતા આફ્રિકાની ટીમને ઉભું થવું અત્યંત કપરુ બની ગયું હતું. આ તકે વિપક્ષી ટીમના સુકાની ડુ પ્લેસિસે જણાવ્યું હતું કે, આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા જે ટીમ મેનેજમેન્ટ અને ટીમ પ્લાનીંગ કરવું જોઈએ તે થઈ શકયું નથી. ટીમમાં ભુતપૂર્વ ખેલાડીઓ જે રીતે નિવૃત થઈ રહ્યા છે અને તેની સામે નવોદિત ખેલાડીઓને કેવી રીતે તૈયાર કરવા તે દિશામાં જે પ્લાનીંગ થવું જોઈએ તે ન થતા ટીમને શરમજનક હારનો સામનો કરવો પડયો છે. ભારતીય ટીમ સામે ઘૂંટળિયે પડી જનારી દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે માન્યું કે, આ પ્રવાસ તેમના ખેલાડીઓને માનસિક રીતે પાંગળા બનાવી ગયો. દક્ષિણ આફ્રિકાની ટીમ કોઈપણ મેચમાં પડકાર ન આપી શકી અને તે ત્રણે મેચ મોટા અંતરથી હારી ગઈ.

ડુ પ્લેસિસે ત્રીજી ટેસ્ટમાં ઈનિંગથી હાર બાદ કહ્યું કે, આ પ્રકારના પ્રવાસથી જાણવા મળે છે કે, તમે માનસિક રીતે પાંગળા બની શકો છો અને તેનાથી બહાર નીકળવું સરળ નથી હોતું. પ્લેસિસે કહ્યું કે, જે રીતે તેમણે (ભારતે) દર વખતે મોટો સ્કોર કર્યો, તેને જોતાં તે નિષ્ઠુર અને નિર્મમતા હતી. બેટ્સમેન તરીકે તમારા પર તેનો માનસિક પ્રભાવ પડે છે. તેનો ઘણો ખરાબ પ્રભાવ પડે છે અને એટલે તમે જોયું હશે કે આખરે અમારી બેટિંગ માનસિક રીતે નબળી પડી ચૂકી હતી. તમે માનસિક રીતે નબળા થવા નથી ઈચ્છતા. ડુ પ્લેસિસે હાર માટે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને પણ જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે, આ પ્રવાસથી યોગ્ય યોજનાઓની ઉણપનો પણ ખુલાસો થઈ ગયો, કેમકે અમને હાશિમ અમલા અને એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજોએ નિવૃત્તિ લીધા બાદની સ્થિતિ પર વિચાર ન કર્યો. તેણે કહ્યું કે, તેનાથી જાણવા મળે છે કે, અમારું માળખું એવું નથી જેવું હોવું જોઈતું હતું. સ્થાનિક ક્રિકેટ અને આંતરાષ્ટ્રીય ક્રિકેટની વચ્ચે મોટું અંતર છે. જો તમે ત્રણ કે ચાર વર્ષ પહેલા પાછું વળીને જુઓ અને જો ત્યારે કોઈ દૂરંદશી હોત અને કહેત કે ત્રણ કે ચાર વર્ષ પછી અનુભવ વિનાના ઘણા ખેલાડી ટીમમાં હશે. એટલે ત્યારે જ આ સમય માટે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈતી હતી. ડુ પ્લેસિસે કહ્યું કે, અમે કદાચ દોષિત છીએ, અમારી પાસે આ ખેલાડીઓએ નિવૃત્તિ લીધા બાદની સ્થિતિ માટે કોઈ યોજના ન હતી. તમે એક ખેલાડીની જગ્યા ભરી શકો છો, ચાર કે પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની નહીં. અમારે અમારી યોજનાઓ અને સર્વશ્રેષ્ઠ ખેલાડીઓએ નિવૃત્તિ લેવાના મામલે વધુ સારા હોવા જોઈતા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ વિશાખાપટ્ટનમમાં પહેલી ટેસ્ટ મેચમાં જ સારું પ્રદર્શન કરી શકી. તે પછી તેના પ્રદર્શનમાં સતત ઘટાડો થતો રહ્યો. ડુ પ્લેસિસે કહ્યું કે, અમે અમારી સર્વશ્રેષ્ઠ મેચ પહેલી ટેસ્ટમાં રમી અને સતત દબાણના કારણે અમે દરેક ટેસ્ટ મેચમાં નબળા પડતા ગયા. એટલે મારું કહેવું છે કે, અમે ટીમ તરીકે માનસિક રીતે પૂરતા મજબૂત ન હતા અને આ વિભાગમાં કંઈક કામ કરવાની જરૂર છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD