વધારે વજન અને મોટા પેટવાળા પોલીસકર્મીઓ આ વાંચી લો

Khabarchhe

Khabarchhe

Author 2019-10-26 00:37:20

img

રાજસ્થાનના બીકાનેરમાં વધારે વજનવાળા અને મોટા પેટવાળા પોલીસ અધિકારીઓ વિશે જાણકારી માંગવામાં આવી છે. બીકાનેરના SPએ એક આદેશ જાહેર કરીને 1 નવેમ્બર સુધીમાં એવા પોલીસ અધિકારીઓના નામ માંગ્યા છે જેમનું વજન અને પેટ સરેરાશ કરતા વધારે છે.

બીકાનેરના અન્ય અધિકારીઓને લખવામાં આવેલા પત્રમાં SPએ કહ્યું છે કે, તમારે ત્યાં ફરજ બજાવનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓ, જેમનું પેટ અને વજન સામાન્ય કરતા વધારે છે, તેમના વજન અને પેટના ઘેરાવની નોંધ કરવામાં આવે અને જો અન્ય અધિકારી આ રીતનો ન હોય તો તેને શૂન્ય અંક નોંધી, તેમની રિપોર્ટ 1 નવેમ્બર સુધી મોકલવામાં આવે..

બીકાનેર SPએ આગળ પત્રમાં લખ્યું છે કે, આ પત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. આ સૂચના સમય પર ન મોકલનારા પ્રભારી અધિકારી વિરુદ્ધ નિયમાનુસાર વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD