વિજયાદશમી પુર્વે ટીમ ઈન્ડીયા છેલ્લા 10 ટેસ્ટમાં અપરાજીત

Indian News

Indian News

Author 2019-10-07 15:37:12

img

વિશાખાપટ્ટનમ:
ભારતે ગઈકાલે દ.આફ્રિકાને પરાજીત કરીને આ દેશ સામે ઘરઆંગણે સતત ત્રીજો વિજય મેળવ્યો છે તો 10 ટેસ્ટમાંથી ટીમ ઈન્ડીયા અજેય રહી છે.
છેલ્લી 10માં તે સાત જીતી છે અને ત્રણ ડ્રોમા ગયા છે. ટીમ ઈન્ડીયાએ આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પણ તેનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેણે 3 મેચ જીતીને 160 પોઈન્ટ મેળવ્યા છે. મોહમ્મદ શામી જેણે બીજી ઈનિંગ્સમાં બાજી ફેરવી તેણે સ્ટમ્પ ઉપાડીને દાંડીયારાસની જેમ રમ્યો હતો.
ગઈકાલે દ.આફ્રિકા સામેના પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયાએ ઝડપી બોલર મોહમ્મદ શામી અને લેફટ આર્મ સ્પીનર રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલીંગથી 203 રનથી ભવ્ય વિજય મેળવ્યો અને તે સાથે શ્રેણીમાં 1-0થી સરસાઈ પણ મેળવી લીધી છે તો તેની સાથે આ મેચમાંજ અનેક રેકોર્ડ બન્યા છે અને તૂટયા પણ છે.

ગઈકાલે 395 રનના વિજય લક્ષ્‍યાંકને પાર પાડવાની દોટમાં ફકત 191 રનમાંજ તેની ઈનિંગ્સ સમેટાઈ ગઈ હતી. આ મેચમાં 15 જેટલા નવા રેકોર્ડ બન્યા અથવા જૂના તૂટટયા હતા.
વિશાખાપટ્ટનમમાં કુલ 37 છગ્ગા લાગ્યા જે ટેસ્ટ ક્રિકેટનો નવો ઈતિહાસ છે. અગાઉ ન્યુઝીલેન્ડ અને અશ્ર્વિક વચ્ચે શાહજહા-2014માં રમાયેલા ટેસ્ટમાં 35 છગ્ગા લાગ્યા હતા.
લગભગ નવ માસ પછી ક્રિકેટમાં પુનરાગમન કરનાર આર.અશ્ર્વિક સૌથી ઝડપી 350 વિકેટ લેવાના મુરલીધરના રેકોર્ડની બરોબરી કરી બન્નેએ 66 મેચમાં 350 વિકેટ લીધી હતી.
* દ.આફ્રિકા તરફી મુકાબલો કરતા સેનુંરન મુથુસામી અને ડેથપીટેન એ નવમી વિકેટની ભાગીદારીમાં 91 રન બનાવ્યા જે ભારતના અનિલ કુંબલે તથા વીવીએસ લક્ષ્‍મણની 80 રનની (10મી વિકેટ)ની પાર્ટનરશીપનો રેકોર્ડ તોડયો હતો.
આર.અશ્ર્વિને ટેસ્ટ મેચમાં 27મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી. આમ તે બીજા ક્રમે આવી ગયો છે. અગાઉ મુરલીધરે 45 વખત આ કરીશ્મા કર્યો હતા. રોહીત શર્માએ આ ટેસ્ટ મેચમાં 13 છગ્ગા માર્યા અને તે રીતે સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ તેના નામે કર્યો. અગાઉ પાકના વસીમ અકરમે એક ટેસ્ટમાં 12 છગ્ગા લગાવ્યા હતા.
* એક ટેસ્ટમેચની બન્ને ઈનિંગ્સમાં રોહિતની સદીથી તે વિજય હજારે, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી અને અંજીકયા રાહણેની સાથે પોતાનું નામ જોડી દીધું છે.
દ.આફ્રિકન બેટસમેન કેશવ મહારાજ એક જ ટેસ્ટમાં સૌથી વધુ રન આપનાર ત્રીજા નંબરનો બોલર બની ગયો છે જેણે આ ટેસ્ટમાં કુલ 318 રન આપ્યા. અગાઉ ટોમી સ્કોટે ઈંગ્લેન્ડની સામે 374 અને જેસન કેનિયાએ ભારત સામે 358 રન આપ્યા છે.
મયંક અગ્રવાલ- રોહિત શર્માની જોડી એ 317 રનની પાર્ટનરશીપ કરી જે સાથે 300થી વધુ રન કરનાર ઓપનીંગ જોડીમાં ભારતીય બેટસમેન વિનુ માંકડ, પંકજ રોય તથા રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગ સાથે જોડાઈ ગયા છે.
* દિલીપ સરદેસાઈ, વિનોદ કાંબલી અને કરુણ નાયર બાદ મયંક અગ્રવાલ એવા ચોથા ભારતીય બોલર બની ગયા છે જેણે પોતાના પ્રથમ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરી હતી અને તે આ ડબલ સેન્ચુરી માટે સૌથી ઓછી ઈનિંગ રમી હતી. અગાઉ કરુણ નાયરે 3 અને વિનોદ કાંબલીએ 4 ઈનિંગ્સ બાદ ડબલ સેન્ચુરી ફટકારી હતી.
* એક જ ટેસ્ટમાં ઓપનર્સ દ્વારા કુલ 525 રનનો રેકોર્ડ થયો. અગાઉ આ રેકોર્ડ 414 રનનો હતો.
મોહમ્મદ શામીએ જે પાંચ વિકેટ ઝડપી તેમાં ચાર તો બેટસમેનને બોલ્ડ કર્યા હતા. અગાઉ જસપ્રીત બુમરાહે આ વર્ષજ વિન્ડીઝ સામે નોર્થ સાઉન્ડમાં ચાર બેટસમેનને બોલ્ડ કર્યા હતા.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD