વિજય હજારે ટ્રોફી : દિલ્હીએ ઓડીશાને ૬૩ રનથી હરાવ્યું

Indian News

Indian News

Author 2019-10-11 13:16:23

img

દિલ્હીએ પોતાના ત્રણ બેટ્સમેનોની અડધી સદીના આધારે વિજય હજારે ટ્રોફીની રાઉન્ડ-૯ ની મેચમાં ઓડીશાને ૬૩ રનથી હરાવી દીધું હતું. દિલ્હી પ્રથમ બેટિંગ કરતા અનુજ રાવત (૬૯), નીતીશ રાણા (૫૬) અને કેપ્ટન ધ્રુવ શૌરી (૫૧) ની અડધી સદીના મદદથી છ વિકેટે ૨૯૯ રનનો સ્કોર બનાવ્યો અને પછી ઓડિશાને નિધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૩૬ રન પર રોકી લીધું હતું.

ઓડીશા માટે કેપ્ટન શુભ્રાંશુ સેનાપતિએ સર્વાધિક ૭૭, રાજેશ મોહંતીએ અણનમ ૩૯ અને અભિષેક રાઉતે અણનમ ૩૨ રન બનાવ્યા હતા. શુભ્રાંશુ સેનાપતિએ ૭૭ બોલનો સામનો કર્યો, જેમાં તેમને આઠ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

દિલ્હી તરફથી મનન શર્માએ સર્વાધિક ત્રણ, નીતીશ રાણાએ બે અને નવદીપ સૈની, સિમરજીત સિંહ તથા પવન નેગીએ એક-એક વિકેટ લીધી હતી.

આ અગાઉ દિલ્હીએ પોતાના ત્રણ બેટ્સમેનોના અડધી સદીના આધારે છ વિકેટે ૨૯૯ રનનો સ્કોર બનાવ્યો હતો. અનુજ રાઉતે ૮૮ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર, શૌરીએ ૫૩ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર અને રાણાએ ૪૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. તેના સિવાય લલતિ યાદવે અણનમ ૪૬ અને હિતેન દલાલે ૪૫ રનનું યોગદાન આપ્યું હતું.

ઓડીશા તરફથી સૂર્યકાંત પ્રધાને ત્રણ, પપ્પુ રોયે બે અને દીપક બહેરાએ એક વિકેટ લીધી હતી.

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN