વિરાટ કોહલીના શરીર પર છે 9 ટેટૂ, દરેકનું છે અલગ મહત્વ

GSTV

GSTV

Author 2019-11-06 11:06:14

img

આજની તારીખે જો કોઈ વિરાટને સામાન્ય માણસની જેમ કહે તો તે ખોટું હશે, વિરાટ ક્યારેય સામાન્ય માણસ નહીં હોઈ શકે. આજે મોટાભાગના લોકો વિરાટ જેવું બનવાની ઈચ્છા રાખે છે. ક્રિકેટની દુનિયામાં જે રીતે વિરાટનું નામ આગળ વધી રહ્યું છે તેનો મુકાબલો કરવો ઘણો અઘરો સાબિત થાય છે. વિરાટે તેના શરીર પર 9 ટેટૂ બનાવ્યા છે. કેટલાક દેખાય છે તો કેટલાક કપડાંની અંદર છુપાઈ જાય છે. તેના ટેટૂ પર એક નજર કરીએ અને તેની પાછળ દરેકનો એક મતલબ રહેલો છે.

img

વિરાટે તેના કાંડા પર સૌથી પહેલા ઉપરના ભાગે ટ્રાઈબલ આર્ટ છુંદાવ્યું હતું, આ ચિહ્ન આક્રમકતાનું પ્રતીક માનવામાં આવે છે.

img

વિરાટે તેના ડાબા ખભા પર ઓમ લખાવ્યું છે. નેશનલ જિયોગ્રાફિકના મેગા આઈકનમાં તેણે જણાવ્યું હતું કે તેને જીવનનો સાર માને છે.

img

વિરાટ કોહલીએ તેના ડાબા હાથના બાવડા પર જાપાની સમુરાઈના યોદ્ધાનું ટેટૂ પડાવ્યું છે. કોહલી તેને પોતાનું ગુડલક માને છે.

img

વિરાટે જમણા હાથ પર ર્સ્કોપિયો લખાવ્યું છે, તે એની ર્જોડિએક સાઈન છે.

img

વિરાટે વર્ષ 2008માં વન ડે ક્રિકેટ મેચમાં ડગ માંડ્યા હતા. તે ભારત માટે રમાનારા 175મો વન ડે ક્રિકેટર હતો. એટલા માટે તેણે શરીર પર 175 પડાવ્યું હતું.

img

2011માં તે ટીમ ઈંડિયાના 269મો ટેસ્ટ ક્રિકેટર બન્યો હતો. તો તેના શરીર પર તેણે આ અંક પણ છુંદાવ્યો હતો.

img

વિરાટ કોહલી ભગવાન શંકરનો બહુ મોટો ભક્ત છે. તેણે ડાબા હાથ પર કૈલાશ પર્વત પર બિરાજમાન ભોલેનાથનું ચિત્ર છુંદાવ્યું હતું.

img

વિરાટ કોહલીએ પિતા પ્રેમ કોહલીનું નામ પણ તેના હાથ પર લખાવ્યું છે.

img

પિતાના નામની બીજી બાજુ તેણે પોતાની માતા સરોજનું નામ લખાવ્યું છે.

Read Also

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD