વિરાટ કોહલી વધુ વિરાટ બન્યો

Indian News

Indian News

Author 2019-10-16 21:34:12

img

રન મશીન તરીકે વિરાટ કોહલીને ગણવામાં આવે છે. આધુનિક સમયમાં દુનિયાના સૌથી ધરખમ ખેલાડી તરીકે તેની નોંધ લેવામા આવે છે. આજે તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જાતા કહી શકાય છે કે તે ટુંક સમયમાં જ ક્રિકેટના તમામ રેકોર્ડ પોતાના નામ પર કરી લેશે. તેના આંકડા તમામ બાબતો અને તેની બેટિંગ કુશળતાની તાકાતને પુરવાર કરે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ૭૯ ટેસ્ટ મેચમાં ૭૦૫૪ રન કરી ચુક્યો છે. તેની સરેરાશ ૫૩ રનથી વધારેની રહી છે. આવી જ રીતે તે ૨૬ ટેસ્ટ સદી કરી ચુક્યો છે. આવી જ રીતે વનડે મેચમાં તે ૨૩૯ મેચોમાં ૧૧૫૨૦ રન કરી ચુક્યો છે જેમાં ૪૩ સદી કરી ચુક્યો છે. વનડે મેચોમાં તેની સરેરાશ ૬૦ રનની આસપાસ રહી છે. તે દુનિયાના સૌથી અમીર એથલીટોમાં પણ સામેલ થઇ ચુક્યો છે.

તેન્ડુલકરે પોતાની બે દશકની કેરિયરમાં ટેસ્ટ અને વનડેમાં સતત શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓ સચિનને ભગવાન તરીકે ગણવા લાગી ગયા હતા. હવે ટીમ ઇÂન્ડયાના કેપ્ટન વિરાટ કોહલીએ આજે એજ ભગવાનના તમામ ક્રિકેટ રેકોર્ડને તોડવામાં લાગેલો છે. ટીમ ઇન્ડયાના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ અને તેના રેકોર્ડને જાવામાં આવે તો તે સચિન કરતા ખુબ આગળ નજરે પડે છે. આવા પ્રદર્શનને જાતા બાંગ્લાદેશના ક્રિકેટર તમીમ ઇકબાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે વિરાટ કોહલીના રમવાના અંદાજથી લાગતુ નથી કે તે માનવી છે. આ ટિપ્પણી બાદ સવાલ થવા લાગ્યો છે કે વિરાટ કોહલી હવે સચિન તેન્ડુલકર બાદ બીજા ભગવાન બનવાની દિશામાં તો જઇ રહ્યો નથી. એક બાબત તો નક્કી છે કે વિરાટ વર્તમાન સમયમાં દુનિયાનો સારો ખેલાડી છે. આને લઇને કોઇ પણ ક્રકેટ પ્રેમીના મનમાં કોઇ શંકા નથી. કોહલીના સંબંધમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્‌સમેન ડેવિડ વોર્નર કહે છે કે દરેક મુશ્કેલ Âસ્થતીમાં પોતાને પ્રેરિત કરવાની ઇચ્છાશÂક્ત કોહલીને પોતાના સમયના શ્રેષ્ઠ ખેલાડી બનાવે છે.
વોર્નરની આ ટિપ્પણી વિરાટના અંદાજને એકદમ યોગ્ય સાબિત કરે છે. વર્ષ ૨૦૧૪ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં તે એકદમ નિષ્ફળ સાબિત થયો હતો. એ વખતે કહેવામાં આવ્યુ હતુ કે ઓફ સ્ટ્‌મ્પની બહાર લેન્થ બોલને રમવામાં તે તકલીફ ધરાવે છે. ત્યારબાદ તે આવી જ રીતે કેટલીક રીતે આઉટ થયો હતો. જા કે આગામી શ્રેણીમાં આ નબળાઇ ક્યારેય નજરે પડી ન હતી. બલ્કે આવા બોલમાં તે જારદાર બેટિંગ કરતો નજરે પડ્યો હતો. કમજારીને કઇ રીતે દુર કરવામાં આવે અને આને કઇ રીતે મજબુતી સાથે ફેરવી દેવામાં આવે તે કોહલી કરતા અન્યો જાણી શકે તેમ નથી. જાણકાર લોકો કહે છે કે વિરાટ જા આ રીતે બેટિંગ કરતો રહેશે તો આવનાર દિવસોમાં સચિન તેન્ડુલકરના બાકીના રેકોર્ડને પણ તોડતો આગળ વધશે. ેતેના રમવાના અંદાજ અને ફિટનેસને જાઇને કહી શકાય છે કે તે પાંચ વર્ષ સરળતાથી રમી શકે છે. આટલા ગાળા સમય સુધી તે રમશે તો સચિનના મોટા ભાગના રેકોર્ડ કોહલીના નામ પર થઇ જશે.એક વખતે બીસીસીઆઇના અધ્યક્ષ રાજસિંહ ડુંગરપુરે કહ્યુ હતુ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેનુ કામ કરવુ સૌથી મુશ્કેલ કામ છે. તેમનો અભિપ્રાય એ હતો કે વડાપ્રધાન બાદ આ બીજી સૌથી મોટી જવાબદારી છે. તેમનુ કારણ છે કે ભારતમાં ક્રિકેટને લોકો ખુબ પસંદ કરે છે.
ક્રિકેટને લઇને લોકોમાં દિવાનગી છે. જેથી તે પોતાના હિરોની નિષ્ફળતાને સ્વીકાર કરી શકતા નથી. વિરાટ કોહલી બેટિંગમાં જારદાર દેખાવ કરી રહ્યો છે. વિરાટ કોહલી બેટિંગમાં જે ગતિથી વધી રહ્યો છે તે જાતા સચિનના તમામ રેકોર્ડને તો તે વધારે સમય લીધા વગર તોડી દેશે. ખાસ કરીને વનડે રેકોર્ડ તો તે બે વર્ષમાં તોડી નાંખે તેમ માનવામાં આવે છે. તે સદીના મામલે ઝડપથી આગળ વધી રહ્યો છે. સાથે સાથે રન પણ ૧૦ હજારથી વધારે કરી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેને થોડીક વધારે મહેનત કરવી પડશે. કારણ કે સચિનના રનનો આંકડો હજુ ખુબ દુર છે. આના માટે ફોર્મ સાથે રમવાની જરૂર રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં સચિનના રેકોર્ડને તોડવામાં તેને હજુ સમય લાગશે પરંતુ વનેડ મેચોના રેકોર્ડને તો તે બે ત્રણ વર્ષમાં તોડી નાંખનાર છે. તેની રનની ગતિ ખુબ ઝડપથી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN