વિવાદ બાદ પહેલીવાર બોલ્યા મોરારી બાપુ

Khabarchhe

Khabarchhe

Author 2019-09-15 22:43:09

img

મોરારી બાપુએ તેમની એક કથામાં નીલકંઠને લઇ કરેલી ટીપ્પણી મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનોથી ગુજરતમાં ધર્મ યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન થઇ છે. આ સ્થિતીના કારણે સનાતન ધર્મના સાધુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો અમને સામને આવી ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારી બાપુ માફી માંગે તેવું જણાવ્યું હતું અને જૂનાગઢના સંતોએ કહ્યું હતું કે, અમે બાપુને માફી માંગવા નહીં દઈએ. નિવેદનો પછી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંતો અને જૂનાગઢના સંતો વચ્ચે સમાધાન થયું હતું. સંતોના અનેક નિવેદન પછી મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી નીલકંઠ વિવાદને લઇને નિવેદન આપ્યું હતું.

મોરારી બાપુએ કહ્યું હતું કે, મને ઘણા બધા કહે પણ હું કઈ જોતો જ નથી અને વાંચતો પણ નથી અને મારી પાસે ટાઈમ પણ એટલો ન હોય. ઘણા લોકો મને એમ કહે કે, બાપુ અમે આવીએ વચ્ચે પણ વચ્ચે રહેવાની જરૂર શું છે. કજીયો મેં કર્યો છે તૈયાર થતા નહીં કોઈ વચ્ચે આવવમાં. હું તો દ્ર્સ્ટા બનીને કિનારે બેઠો છો. ઘણાને ખાટવું છે અમે વચ્ચે આવીએ અમે આમ કરી નાંખીએ. ખાબકો જ્યાં ખાબકવા જેવું છે ત્યાં. મારી પાસે અવતા જ નહીં. મારા પશ્નનો કોઈ વિવાદ જ નથી, હું તો સંવાદનો માણસ છું.

મોરારી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈએ ડાહપણ કરવાની કોઈ જરૂર નથી. હું કવ મારી પાસે આવજો એક બાવો વચન આપે છે કે, તમારા માં-બાપે આદર ન કર્યો હોય, તમારા દાદાએ સત્કાર ન કર્યો હોય, તમારા પરિવારે, સમાજે સત્કાર ન કર્યો હોય તેના કરતા અનેક ગણો સત્કાર તમારો મોરારી બાપુ કરશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN